Western Times News

Gujarati News

માઈક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટ્‌સ કોરોના સંક્રમિત

વોશિંગ્ટન, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ અબજપતિ બિલ ગેટ્‌સ કોરોના સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે પોતે ટ્‌વીટ કરીને આપી છે. બિલ ગેટ્‌સે કોરોના પોઝિટિવ થવા પર, વેક્સિનેશન કરાવવા પર અને પોતાના ફાઉન્ડેશન વિશે જાણકારી આપી છે.

બિપલ ગેટ્‌સે ટ્‌વીટ કર્યું કે, મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હળવા લક્ષણો અનુભવી રહ્યો છે. હું જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હું થોડા દિવસો માટે આઈસોલેશનમાં રહીશ. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું. તેમણે ટ્‌વીટ કર્યું કે, હું ભાગ્યશાળી છું કે, મે કોરોના વેક્સિન લગાવી લીધી છે અને તેનો બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો છે. અમારી પાસે કોરોના ટેસ્ટિંગ અને મેટિકલ હેલ્પની સારી સુવિધાઓ છે.

ગેટ્‌સે એક અન્ય ટ્‌વીટમાં કહ્યું કે, ગેટ્‌સ ફાઉન્ડેશનની ટીમે ૨ વર્ષ બાદ આજે પ્રથમ વખત એક સાથે એકઠા થઈ રહ્યા છે. હું ભાગ્યશાળી છું કે, મને બધાને જાેવા અને તેમની કડી મહેનત માટે તેમનો આભાર વ્યક્ત કરવાની તક મળશે. અમે ભાગીદારો સાથે કામ કરવાનું ચાલું રાખીશું અને તે સુનિશ્ચિત કરવા માટે તે દરેક શક્ય પ્રયત્ન કરીશું કે, અમારામાંથી કોઈને પણ ફરીથી મહામારીનો સામનો ન કરવો પડે.

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન દુનિયાની સૌથી પ્રભાવશાળી ખાનગી ફાઉન્ડેશનમાંથી એક છે. તેની પાસે લગભગ ૬૫ બિલિયન ડોલરની સંપત્તિ છે. બિલ ગેટ્‌સ મહામારી માટે ઉઠાવવામાં આવેલા પગલાના સમર્થક છે. ખાસ કરીને ગરીબ દેશોમાં વેક્સિન અને દવાઓને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.