Western Times News

Gujarati News

જાવા-યેઝદી મોટરસાયકલ્સે 14 રાઇડર સાથે ટ્રેલ રાઇડને લીલી ઝંડી આપી

જાવા-યેઝદી મોટરસાયકલ્સે પૂર્વોત્તરમાં રોમાંચક 1000 કિલોમીટરની સવારી ટાક્ટસાંગ ટ્રેલ 2022 શરૂ કરી

જાવા-યેઝદી નોમાડ્સ નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને અસમના પૂર્વોત્તર રાજ્યોને આવરી લેતી ટાક્ટસાંગ ટ્રેલમાં પ્રવાસ કરશે

દિમાપુર, જાવા-યેઝદી મોટરસાયકલ્સે દિમાપુરમાંથી પૂર્વોત્તર રાજ્યોની સુંદર પૃષ્ઠભૂમિમાં 14 રાઇડર સાથે વાર્ષિક ટાક્ટસાંગ ટ્રેલ રાઇડને લીલી ઝંડી આપી હતી. આ રાઇડ દરમિયાન જાવા અને યેઝદી નોમાડ્સ જાવા અને યેઝદીનાં વિવિધ મોટરસાયકલ પર આશરે 1,000 કિલોમીટરનો પ્રવાસ કરશે, પૂર્વોત્તરના અજાણ્યાં વિસ્તારો અને લીલીછમ ભૂમિમાં સવારીની મજા માણશે.

જાવા-યેઝદી નોમાડ્સના રાઇડ કેલેન્ડરમાં પડકારજનક રાઇડિંગ રુટ અને અભૂતપૂર્વ સુંદર પૃષ્ઠભૂમિ પર અજાણી સુંદર જગ્યાઓને જોવા-જાણવા અને માણવા ટાક્ટસાંગ ટ્રેલ રાઇડ શરૂ કરવામાં આવી છે. આ સફરમાં રાઇડર્સ દિમાપુર, જોરહાટ, ઇટાનગર, તેઝપુર અને ગૌહાટીનો પણ પ્રવાસ કરશે, જ્યાં કંપનીએ એની ડિલરશિપ અને સર્વિસ નેટવર્ક સાથે કામગીરી સ્થાપિત કરી છે. આ રાઇડ દરમિયાન નોમાડ્સ સાથે આ વિસ્તારમાં કામગીરી કરતાં ભારતીય સેનાનાં રાઇડર પણ જોડાશે અને સશસ્ત્ર દળોના સાહસને બિરદાવશે.

આ રાઇડની પ્રતિષ્ઠા વધારવા સહભાગીઓ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ અને 5 માઉન્ટેઇન ડિવિઝનના જીઓસીને પણ મળશે, જેઓ રાઇડના ટેંગા વિભાગમાંથી નોમાડ્સને લીલી ઝંડી આપશે. આ રાઇડર્સ ગૌહાટીમાં રાઇડ પૂર્ણ કરતાં અગાઉ ખોનોમા, દિમાપુર, ઇટાનગર, જોરહાટ અને તેઝપુર જેવા સ્થળોમાંથી પસાર થશે.

આ પ્રસંગે ક્લાસિક લિજેન્ડ્સલના સીઇઓ શ્રી આશિષ સિંહ જોશીએ કહ્યું હતું કે, “ટાક્ટસાંગ ટ્રેલ સાથે અમે અમારા સહભાગી રાઇડર્સ માટે રોમાંચક અનુભવ આપવા ઇચ્છીએ છીએ. આ અજાણ્યો માર્ગ ઉચિત વિસ્તાર અને અતિ સુંદર રુટ પ્રદાન કરશે, તો જાવા અને યેઝદીનાં મોટરસાયકલની સંપૂર્ણ રેન્જની ક્ષમતાને ચકાસશે.

રાઇડર્સ નવી પ્રસ્તુત થયેલી યેઝદી મોટરસાયકલની રેન્જની સવારીની મજા માણશે, તો જાવા અને જાવા 42 રેન્જમાં રાઇડરને રોમાંચ પ્રદાન કરશે. આ માર્ગ પર આઇકોનિક જાવા અને યેઝદી મોટરસાયકલની સવારી નોમાડ્સ માટે યાદગાર બની જશે.”

આ રાઇડ વિશે શ્રી જોશીએ ઉમેર્યું હતું કે, “અમે દિમાપુરથી શરૂ કરીને વધુ પાંચ કેન્દ્રો સુધી પહોંચ વધારવાની યોજના બનાવી છે. હવે અનુક્રમે દિમાપુર પછી લખિમપુર, દિબ્રુગઢ, શિવસાગર અને તિન્સુકિયા (બીજું આઉટલેટ)માં કામગીરી વધશે.

એનાથી અમારી પહોંચ વધશે અને અમને ગૌહાટી, તેઝપુર, તિન્સુકિયા, જોરહાટ, બારપેટા, ઐઝવાલ, બોન્ગાઇગાંવ, ઇમ્ફાલ, ગોલઘાટ, નાગાંવ, નહરલગુન અને સિલ્ચર જેવા આ વિસ્તારના હાલના 12 શહેરોમાં અમારા ગ્રાહકોને વધારે સારી સેવા આપવામાં મદદરૂપ થશે.”

રાઇડની શરૂઆત એશિયાના પ્રથમ ગ્રીન વિલેજ સુંદર ખોનોમાથી શરૂ થશે અને નાગાલેન્ડમાં આગામી જાવા-યેઝદીના સ્ટોરની સાઇટ પર દિમાપુર પહોંચશે. દિમાપુર પછી આ રાઇડર્સ શક્તિશાળી બ્રહ્મપુત્રા નદીના કિનારા પર સ્થિત નેમાટી ઘાટ પર પહોંચશે. નેમાટીથી ઇટાનગર જશે,

જેમાં મજુલી, ઉત્તર લખિમપુર અને નિર્જુલીને આવરી લેશે, જેમાં નોમાડ્સ અસમના હરિયાળા વિસ્તારોમાંથી પસાર થશે. ઇટાનગર પછી નામેરી રાષ્ટ્રીય વન અભિયારણ્ય અને પાક્કે વાઘ અભિયારણ્યમાં રાઇડર્સ વાઘના રહેણાક વિસ્તારની સાથે હાથી, પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ અને જિયા ભરાલી નદીમાં માછલીના વિસ્તારમાંથી પસાર થશે.

રાઇડ રાઇડર્સ અને મશીનને પુષ્કળ પડકાર ફેંકશે અને ભવિષ્યમાં “ટાક્ટસાંગ ટ્રેલ” જાવા-યેઝદી બ્રાન્ડની વાર્ષિક પ્રોપર્ટી બની જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.