Western Times News

Gujarati News

ચીનમાં કોરોનાથી ૧૬ લાખ લોકોના મોત થઈ શકે છેઃ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

બીજીંગ, ચીનમાં કોરોના વાયરસે એકવાર ફરી માથુ ઉંચક્યું છે. ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. ચીનનાં અઘિકાંશ શહેરો લોકડાઉન હેઠળ છે. સંક્રમણથી બચવા માટે સરકારે મોટા શહેરોમાં ઝીરો કોવિ પોલિસી લાગૂ કરી છે.

આ મુદ્દે ચીનની આ રણનીતિ વિશે અધ્યયનમાં એક મોટો ખુલાસો થયો છે, કે, શાંઘાઇની ફુડન યુનિવર્સીટીના સંશોધન કર્તાઓ દ્વારા કરવામાં આવેલી સ્ટડી અનુસાર જાે ચીન પોતાની ઝીરો કોવિડ પોલીસીને હટાવશે તો દેશમાં કોરોના સંક્રમણ અનિયંત્રિત રફ્તારથી ફેલાવવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે દેશમાં ૧૬ લાખ લોકોના મોત થઇ શકે છે.

જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં સામે આવ્યું છે કે, ચીનમાં માર્ચ મહિનામાં કરવામાં આવેલા વેક્સીનેશન દ્વારા બનેલી એન્ટીબોડીઝ ઓમિક્રોન સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગઇ છે અને તે વૃદ્ધ લોકોની ઇમ્યુનીટીને વધુ પ્રભાવિત કરી રહ્યું છે.

અધ્યયનમાં સામે આવ્યું છે કે, દેશમાં મોટા પાયે ટેસ્ટિંગ અભિયાન અને કડક લોકડાઉન સાથે અન્ય કોવિડને લગતા પ્રતિબંધોને લાગુ ન કરવામાં આવશે તો ઓમિક્રોનના સંક્રમણથી ૧૧૨.૨ મિલિયન કોવિડ કેસ નોંધાઇ શકે છે, જ્યારે ૫.૧ મિલિયન લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી શકે છે, જ્યારે સંક્રમણનાં કારણે ૧.૬ મિલિયન લોકોના મોતની આશંકા છે.

ઝીરો કોવિડ પોલિસીને લઇને આ અધ્યયન એવા સમયે સામે આવ્યા છે કે ઉૐર્ંના પ્રમુખે ઝીરો કોવિડ પોલિસી વિશે અમુક સવાલો ઉભા કર્યા છે અને કહ્યું છે કે, કોરોના સંક્રમણ વિરૂદ્ધ આ રણનીતિ કોઇપણ રીતે મદદરૂપ રહેશે નહી. ટેડ્રોસે મંગળવારે એક અહેવાલમાં કહ્યું છે કે, ‘અમને નથી લાગતું કે, આ વાયરસના વ્યવહારને જાેતા આ પ્રકારની પોલિસી સંક્રમણ રોકવા માટે ટકાઉ રહેશે.’ ચીનમાં દરરોજ કોરોનાના હજારો કેસ નોંધાઇ રહ્યાં છે.

શાંઘાઇમાં સોમવારે સોજ ૩૦૦૦ની આસપાસ કેસ નોંધાઇ રહ્યાં છે, જે મધ્ય એપ્રિલમાં રોજના ૨૬૦૦૦ કેસ કરતાં ઘણાં ઓછા છે. મોતનો આંકડો વધીને ૫૫૩ સુધી પહોંચી ગયો છે.

ચીનની ઝીરો કોવિડ પોલિસી હેઠળ સાર્સ કોવ ૨ વાયરસના ઓમિક્રોન સ્વરૂપના પ્રસરણ પર લગામ કસવા માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. શાંઘાઇમાં પીપીઇ કીટ પહેરીને કોવિડ સંક્રમણ વાળા ઘરે પહોંચીને ત્યાની આજુબાજુના વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે.

શાંઘાઇ પ્રશાસને મંગળવારે શહેરના બે મહત્વની સબવે લાઇનની સેવાઓ બંધ કરી દીધી હતી. શહેરના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે.

કેટલાક જીલ્લાઓમાં નોટિસ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે આદેશ આપવામાં આવી રહ્યાં છે. ત્યાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ બહાર નથી નીકળી શકતા. નોટિસ મુજબ આ પ્રતિબંધોની સમય સીમા જરૂર પડે તો વધારી પણ શકાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.