Western Times News

Gujarati News

દેશમાં આ વર્ષે સમય કરતા પહેલું ચોમાસું બેસવાની વકી

નવી દિલ્હી, દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ અકળાવી નાખનારી ગરમીથી લોકોને જલદી જ રાહત મળવાની આશા ઊભી થઈ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસું થોડું વહેલું શરૂ થશે. ગુરુવારે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ૧૫મી મેએ અંદમાન અને નિકોબાર ટાપુ પર મૌસમનો પહેલો વરસાદ પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેની સાથેની અગ્નિ દિશામાં આવેલી બંગાળની ખાડીમાં વહેલું લગભગ ૧૫ મેની આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસવાની શક્યતા છે.’ સામાન્ય રીતે કેરળમાં ૧ જૂને ચોમાસું બેસતું હોય છે અને પછી આખા દેશમાં ધીરે-ધીરે તે આગળ વધતું હોય છે.

હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, ‘આગાહીઓ કેરળમાં ચોમાસાની શરૂઆત અને તેની ઉત્તર તરફની હિલચાલ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સૂચવે છે.’ ચોમાસાની વહેલી શરૂઆત દેશના લોકોમાં ઉત્સાહ ભરવાનું કામ કરશે, કેમકે દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી ઘણી જ ગરમી પડી રહી છે.

હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ પર હળવો/મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. દ્વીપસમૂહોમાં ૧૪ મેથી ૧૬ મે દરમિયાન છૂટોછવાયો ભારે વરસાદ પડવાની શક્યતા છે. જણાવાયું છે કે, ૧૫ મે અને ૧૬ મેના રોજ દક્ષિણ અંદમાન સમુદ્રમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.