Western Times News

Gujarati News

ઓલપાડ કાંઠા વિસ્તાર સ્થિત સરસ પ્રાથમિક શાળામાં દાનની સરવાણી વહી

હાંસોટ : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં દાનની સરવાણી વહી હતી.ખૂબ જ ઉત્સાહી અને યુવા સામાજિક કાર્યકર ભાવિન પટેલ દ્વારા ગામની જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિન પટેલ દ્વારા પ્રતિ વર્ષ આ શાળાનાં બાળકોને નિ:શુલ્ક નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે. દાતાએ તાજેતરમાં આ શાળાને સીસી કેમેરાની પણ ભેટ આપી હતી.આ પ્રસંગે શાળાનાં આચાર્ય રમણલાલ ચૌહાણે શાળા અને ગામ વતી દાતા ભાવિન પટેલનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.