Western Times News

Gujarati News

LIC IPOમાં શેર લાગ્યા છે કે નહિં તે આ રીતે ઓમ્નિચેનલ પ્લેટફોર્મ દ્વારા જાણી શકાશે

કેફિન ટેકનોલોજીસ  LIC IPOના સબસ્ક્રાઇબર્સને ફાળવણીનું સ્ટેટ્સ જાણવા ઉપયોગી ઓમ્નિચેનલ પ્લેટફોર્મ

હૈદરાબાદ, કેફિન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (“કેફિન ટેકનોલોજીસ”) એક અગ્રણી ટેકનોલોજી સંચાલિત નાણાકીય સેવાઓ પૂરું પાડતું પ્લેટફોર્મ છે, જે તમામ પ્રકારની એસેટ સાથે મૂડીબજારના વિવિધ સેવાઓ અને સમાધાન પ્રદાન કરે છે. કંપનીએ એલઆઇસીના આઇપીઓ સબસ્ક્રાઇબર્સ માટે વિશિષ્ટ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

સબસ્ક્રાઇબર્સ તેમના સબસ્ક્રિપ્શનનાં સ્ટેટ્સની જાણકારી મેળવવા https://ris.kfintech.com/ipostatus મારફતે પ્લેટફોર્મ પર લોગિન કરી શકે છે. ઉપરાંત સબસ્ક્રાઇબર્સ તેમની ફાળવણીનું સ્ટેટ્સ જાણી શકે છે તથા નીચેની વધારાની ચેનલ્સમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને તેમના પ્રશ્રો અને ફરિયાદો જણાવી શકે છે તેમજ સમાધાન મેળવી શકે છે –

+919100094099 પર વ્હોટ્સએપ ચેટ, https://ris.kfintech.com પર સ્થિત આઇપીઓ હેલ્પ ચેટબોટ સાથે ચેટ
[email protected] પર કેફિનટેકને મેલ કરો, 1-800-309-4001 પર કેફિનટેકને કોલ કરો

https://www.kfintech.com/contact-us/ પર બ્રાન્ચ લોકેટરનો ઉપયોગ કરીને તમારી નજીકની શાખાની મુલાકાત લો

કેફિનટેકએ વેપારવાણિજ્યની સુલભતા વધારવા તેમજ પ્રશ્રો અને ફરિયાદનું સમાધાન સમયસર મેળવવા ઓમ્નિચેનલ પ્લેટફોર્મ વિકસાવ્યું છે.

પોતાના અસરકાર બિગ ડેટા સોલ્યુશન્સનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ એકસાથે લાખો યુઝર્સને ઝડપથી પ્લેટફોર્મની સુલભતા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. સંવર્ધિત પ્લેટફોર્મ ભારતમાં ભવિષ્યમાં તમામ આઇપીઓ માટે ઉપલબ્ધ થશે.

 

કેફિનટેક એ એલઆઇસી આઇપીઓ માટે અધિકૃત રજિસ્ટ્રાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.