Western Times News

Gujarati News

થલતેજમાં રૂ.૧૦ લાખની ઘરફોડ ચોરી

Skydeck Apartment

પતિ-પત્નિ બેંગ્લોર પુત્રને મળવા ગયા અને ઘરમાં તસ્કરો ત્રાટક્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરોઓ આંતક દિવસેને દિવસે વધી રહયો છે ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે હવે લુંટારુ ટોળકીઓ પણ સક્રિય બની છે આ પરિસ્થિતિમાં શહેરના થલતેજ વિસ્તારમાં રૂ.૧૦ લાખના મુદ્દામાલની ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર ચોંકી ઉઠયું છે

આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે બોડકદેવ વિસ્તારમાં ઈસ્કોન આંબલી રોડ પર કોટક હાઉસની ગલીમાં સ્કાયડેકમાં રહેતી ડાયના સિધ્ધાર્થ નામની ૩૮ વર્ષની યુવતિ નોકરી કરે છે અને તેના પિતા જાસેફ વલનાટ ગૌરવ એપાર્ટમેન્ટ ભાઈકાકાનગર થલતેજ ખાતે રહે છે તા.૪થીના રોજ તેના મમ્મી પપ્પા બેંગ્લોર ગયા હતા.

બેંગ્લોરમાં જાસેફનો મોટો પુત્ર રહેતો હોવાથી તેઓ અવારનવાર ત્યાં જતા હોય છે જયારે ડાયના તેના પતિ સાથે ઈસ્કોન આંબલી રોડ પર રહે છે. ડાયના પોતે અંધજન મંડળની સામે આવેલ આઈઆઈએમ વસ્ત્રાપુર ખાતે એડીટર તરીકે ફરજ બજાવે છે જયારે તેનો પતિ સિધ્ધાર્થ ચાંગોદર ખાતે એશીયન પેઈન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે માતા પિતા મકાનને તાળુ મારી બેંગ્લોર ગયા હોવાથી તે તેમના ઘરની તપાસ કરવા જતી હતી આ દરમિયાન તા.૧૩મીએ થલતેજ સ્થિતિ તેના પિતાના ઘરે ગઈ હતી અને ત્યાંથી તે પરત ફરી હતી.

આ દરમિયાનમાં બીજે દિવસે તેમની મમ્મીનો ફોન આવ્યો હતો અને તેણે કહયુ હતું કે તેમના ઘરના દરવાજાનું તાળુ તુટેલુ છે.
જેના પરિણામે તે તેના પતિને લઈ તાત્કાલિક તેના પિતાના ઘરે ગઈ હતી અને ત્યાં ઘરનુ તાળુ તુટેલી હાલતમાં જાતાં ઘરમાં તપાસ કરતા તમામ માલ સામાન વેરવિખેર પડેલો જાવા મળ્યો હતો ઘરમાં પડેલી તિજારીનું તાળુ પણ તુટેલુ જાવા મળ્યુ હતું જેના પગલે તાત્કાલિક સોલા પોલીસને જાણ કરવામાં આવી હતી

ઘટનાની જાણ થતાં સોલા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને તપાસ કરતા તિજારીમાંથી રોકડા રૂ.૮૦ હજાર, સોનાની રપ તોલાની ચાર ચેઈન, રૂ.પ લાખ તથા રૂ.૧ લાખની કિંમતની સોનાની વીટીઓ તથા સોનાની બુટ્ટીઓ, બગડીઓ મળી કુલ રૂ.૧૦.૬૦ લાખની માલમત્તાની ચોરી થયાનું જાણવા મળ્યું હતું સોલા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.