Western Times News

Latest News from Gujarat India

ભૂલ ભૂલૈયા – ૨ ના સ્ટારકાસ્ટ કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન બન્યા અમદાવાદના મહેમાન

અમદાવાદ, ભૂલ ભૂલૈયા – ૨ ના સ્ટારકાસ્ટ કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન અમદાવાદના મેહમાન બન્યા   હતા અને  ફિલ્મ વિશેની  રસપ્રદ  વાતો શેર કરી હતી.  જેમાં ભૂલ ભૂલૈયા ૨ વિશે વાત કરતા અભિનેત્રી કિઆરા અડવાણીએ જણાવ્યું  હતું કે, ‘ભૂલ ભૂલૈયા’ એક કલ્ટ ફિલ્મ હતી,

અને જ્યારે તમે ફિલ્મનો બીજો ભાગ બનાવો છો, ત્યારે જ તમે પહેલી  ફિલ્મથી ખુબ જ પ્રેરણા મેળવો છો. બીજો ભાગ સાયકોલોજિકલ થ્રિલર નથી, પરંતુ હોરર-કોમેડી છે. બ્લેક મેજિકની એક વાર્તા છે. આ ફિલ્મ ૨૦ મી મે ના રોજ રિલીઝ થઈ રહી છે.

કિઆરા એ ઉમેર્યું કે,  ‘ભૂલ ભુલૈયા’ એક કલ્ટ ફિલ્મ બની ગઈ છે કારણ કે આજે પણ જ્યારે કોઈ તેને જુએ છે ત્યારે વાર્તા એટલી જ તાજી લાગે છે અને આ સિરીઝને આગળ લઈ જવી તે ખૂબ જ પડકારજનક હતું જે કરવાની  અમને ખુબ જ મજા આવી છે.

ફિલ્મ પ્રમોશન  દરમિયાન વાત કરતા કાર્તિક આર્યને  જણાવ્યું  કે, અમદાવાદ, ગુજરાત આવીને અમને  ઘણું સારૂ લાગે છે.

ગુજરાતી લોકો ઘણા સ્વીટ હોય છે અને ગુજરાતમાંથી મને ઘણો પ્રેમ મળે છે બસ આ ફિલ્મને પણ ખુબ જ સારી સફળતા મળે. આ ફિલ્મ હોરર કોમેડી ફિલ્મ છે મને ચોક્કસ ખાતરી છે કે દરેક દર્શકોને  આ ફિલ્મ ગમશે આ સાથે અમદાવાદમાં આવીને મને ગુજરાતી થાળી પણ ખુબ જ  પસંદ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers