Western Times News

Gujarati News

અમદાવાદમાં સાઉથથી આવતાં લીંબુ ખૂટી પડતાં તુર્કીથી મંગાવાયા

અમદાવાદ, ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં જ ભાવમાં તોતિંગ વધારો થયો હતો. એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા બાદ હવે માર્કેટમાં ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે.

હાલમાં હોલસેલ માર્કેટમાં 70 રૂપિયે કિલો અને રીટેલ માર્કેટમાં 100 રૂપિયે કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદીઓ તુર્કીશ લીંબુના રસની મજા માણશે.

દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી છે. બીજી તરફ તુર્કીમાં પણ લીંબુનો પુષ્કળ માત્રામાં થવાથી ત્યાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેથી ગુજરાતમાં તેની આયાત કરવામાં આવી છે.

હોલસેલ વેપારીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, પહેલીવાર આ પ્રકારે લીંબુના ભાવ અને આવકની પરિસ્થિતિ વચ્ચે લીંબુની તુર્કીથી આયાત કરવામાં આવી હોય. તુર્કીથી 1 લાખ 15 હજાર કિલો લીંબુનો જથ્થો 5 કન્ટેનર મારફતે મુંબઈ લાવવામાં આવ્યો છે.

જે અમદાવાદ ખાતે આવી પહોંચશે. તુર્કીમાં પુષ્કળ માત્રામાં લીંબુનો પાક થયો છે અને ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ ગુજરાતમાં લીંબુની આવક ઓછી થઈ રહી છે અને ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વેપારીઓ દ્વારા તુર્કીથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે.

તુર્કીના લીંબુની વિશેષતાની વાત કરવામાં આવે તો 1 લીંબુનું વજન 100 ગ્રામ જેટલું થાય છે. જેની સરખામણીએ સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે. મોટો આકાર ધરાવતા લીંબુ હોવાથી રસદાર પણ હોય છે.

90 રૂપિયા કિલોના ભાવથી લીંબુ તુર્કીથી ભારતમાં આયાત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં 15-20 દિવસ અગાઉ લીંબુનો ભાવ રૂ. 150-200 પ્રતિ હતો. રમજાન અને ચૈત્રી નવરાત્રિ બાદ લીંબુની માગમાં આંશિક ઘટાડો થયો અને ભાવ 50-100 સુધી પહોંચ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.