Western Times News

Gujarati News

AHNA દ્વારા વલ્લભ સદનથી એક વિશાળ રેલી નિકળી

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને પોતાની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે (અમદાવાદની 400થી વધુ હૉસ્પિટલો અને નર્સિંગ હોમની નોંધણી અંતર્ગત)

અન્યાયના વિરોધમાં તારીખ 14 અને 15 મે, 2022ના રોજ અમદાવાદની તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

AHNA દ્વારા 14મી મે, 2022ના રોજ સવારે 8:૩૦ વાગ્યે વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી અને ધરણાનું આયોજન કર્યું છે, જેમાં ડૉકટરો, હૉસ્પિટલોના કર્મચારીઓ, દર્દીઓ, સંબંધીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

15મી મે, 2022ના રોજ વલ્લભ સદન, આશ્રમ રોડ ખાતે સવારે 9 થી 12 દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અમે અમે સત્તાધીશોને સંદેશો પાઠવવા ઈચ્છીએ છીએ કે આટલા અવરોધો છતાં અમે અમારું ઉમદા કાર્ય ચાલુ રાખીએ છીએ.  સત્તાધીશોને અનેકવાર આ પ્રશ્નો મુદ્દે રજુઆત કરવા છતાં સળગતી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.