Western Times News

Gujarati News

શરણાઈ વાગે તે પૂર્વ જ ત્રણ બહેનના એકના એક ભાઈનું મોત

રાજકોટ, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રવિવારના રોજ અકસ્માતની બે જેટલી ઘટનાઓ સામે આવી હતી. રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલ પાસે એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર ડિવાઇડર પર ઊંધી પડી ગઇ હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે બીજી ઘટના રાજકોટ શહેરના કોસ્મોપ્લેક્સ નજીક ઘટી હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

જેમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તે જાેઈને જ ભલભલા હચમચી જાય. કોસ્મોપ્લેક્સ નજીક ફોર્ચ્યુનર કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધાની ઘટના સામે આવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ હતા હાલ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સારવાર અર્થે યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

જાેકે ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી કોસ્મોપ્લેક્સ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.

પોતાના ત્યાં પિતરાઈ બહેનના લગ્નનો પ્રસંગ હોય મનીષ તેરૈયા નામનો ૨૭ વર્ષીય યુવાન કંકોત્રીની વહેંચણી કરવા જતો હતો. આ સમયે કાલાવડ રોડ પર પુર ઝડપે દોડી આવી રહેલી ફોર્ચ્યુનર કાર ચાલકે તેને અડફેટે લેતા તે ફૂટબોલની જેમ ફંગોળાયો હતો. અકસ્માત બાદ મનીષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે પણ ખસેડી હતી. પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૃતક મનીષ તેરૈયા ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો.

મૃતકના પિતા ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા છે. ત્યારે પરિવારમાં પિતરાઇ બહેનના લગ્નનો પ્રસંગ હોય જેમાં શરણાઈ વાગે તે પૂર્વે જ ત્રણ બહેનોના એકના એક ભાઈની લાશ ઘરે આવી પહોંચતા તેરૈયા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.