Western Times News

Gujarati News

ભરૂચની આગવી ઓળખ એવો ગોલ્ડનબ્રિજનો આજે જન્મદિન

ભરૂચની આગવી ઓળખ એવો ગોલ્ડનબ્રિજનો આજે જન્મદિન : ગોલ્ડનબ્રિજની જાળવણી કરવામાં તંત્ર ની ઉદાસીનતા.    

નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ ગોલ્ડનબ્રિજ અળખામણો બન્યો.

૧૪૧ વર્ષે પણ અડીખમ ગોલ્ડન બ્રિજ બનાવવામાં સોના જેટલો ખર્ચ થયો હોવાથી નામ ગોલ્ડનબ્રિજ પડયું.                                  

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ ની આગવી ઓળખ અને નર્મદા નદી પર આવેલ અંગ્રેજ શાસનની ભેટ એવા ઝળહળતા ગોલ્ડનબ્રિજનો આજે જન્મદિન છે.પણ ૧૪૧ વર્ષ થી સેવા આપતા અને હજુ પણ અડીખમ ઊભેલા ગોલ્ડનબ્રિજ ની જાળવણી કરવામા તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ગોલ્ડનબ્રિજ ભારે પુર,ભૂકંપ,વાવઝોડાની અનેક થપાટો ખાઈને ૧૪૧ વર્ષે આજે પણ સેવામાં અડીખમ જોવા મળે છે.

આ બ્રિજ ૭ ડિસેમ્બર ૧૮૭૭ થી રોજ સર જોન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬ મે ૧૮૮૧ ને દિવસે તે બનીને તૈયાર થઈ ગયો હતો.બ્રિજ ની કામગીરી દરમ્યાન ૧૮૬૩ માં નર્મદામાં આવેલ ભયંકર પૂરથી પુલના છ ગાળા ખેંચાઈ ગયા હતા.ફરીથી બનાવેલા આ ગાળાઓ માંથી ચાર જ વર્ષ પછી ૧૮૬૮ ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર પૂર આવવાથી ચાર ગાળાઓને નુકશાન થયું.આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો.

તેનું બાંધકામ ૧૮૭૧ માં પૂર્ણ થયું.૧૮૬૦ થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ તે સમયે રૂ.૪૬,૯૩,૩૦૦ નો ખર્ચ થયો હતો.એ જમાનામાં જે આ બ્રિજ બનાવવા મા ખર્ચ થયો હતો તે સોનાનો પુલ બાંધ્યો હોય એટલો બધો હતો તેથી આ બ્રિજ ને “સોનાનો બ્રિજ” તરીકે ઓળખવામાં આવે છે.આ બ્રિજમાં રીવૅટૅડ જોઈન્ટસનો ઉપયોગ થયેલો છે.

અપૂરતી જાળવણીને કારણે તેના પર કાટ ચડવા લાગ્યો છે.આ બ્રિજ હાલમા ફક્ત નાના વાહનો માટે જ વપરાય છે.પણ નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ હવે એકલ ડોકલ વાહનો જ અહીથી પસાર થાય છે.ગોલ્ડનબ્રિજની જાળવણી કરવામાં તંત્રની ઉદાસીનતા થી ભરુચના લોકોમા તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

હેરિટેજ એવા આ ઘરેણાને રંગરોગાણ  કરવા સાથે રોશનીથી શણગારવામાં આવે તો ખરા અર્થમાં ગોલ્ડનબ્રિજ નામને સાર્થક કરી શકાય.પણ તંત્ર માટે તેવું વિચારવાનો કે લોકોની લાગણીઓને સમજવાનો સમય છે ખરો તે પણ એક પ્રશ્ન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.