Western Times News

Gujarati News

કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ૫૦ ટકા ટિકિટ યુવાનોને આપશે

ઉદયપુર, આગામી દિવસોમાં, કોંગ્રેસ તેના સાંસદો,ધારાસભ્યો અને સરકારમાં ચૂંટાયેલા હોદ્દા ધરાવતા નેતાઓ માટે નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરશે અને આગામી લોકસભા ચૂંટણી થી ૫૦ ટકા ટિકિટ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મળશે કોંગ્રેસના ચિંતન શિબિર માટે રચાયેલી યુવા બાબતોની સંકલન સમિતિની ભલામણોમાં આ બાબતો મુખ્ય છે, જેને પાર્ટીના નવા ઠરાવમાં સ્થાન મળ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, “સંગઠન સ્તરે, ૫૦ ટકા પોસ્ટ્‌સ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના સાથીદારોને મળવી જાેઈએ. સંસદ, વિધાનસભા, વિધાન પરિષદ અને તમામ ચૂંટાયેલા હોદ્દા પર નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરવી જાેઈએ. ભવિષ્યમાં, પાર્ટીની સરકારોમાં તમામ પદો ૫૦ ટકા લોકો ૫૦ વર્ષથી ઓછી ઉંમરના હોવા જાેઈએ. પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે વધુ અનુભવી લોકોનો લાભ લેવો જાેઈએ.

કોંગ્રેસે તેના નવા ઠરાવમાં એમ પણ કહ્યું છે કે, “૨૦૨૪ની સંસદીય ચૂંટણીથી શરૂ થતી તમામ ચૂંટણીઓમાં ઓછામાં ઓછી ૫૦ ટકા ટિકિટ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના સાથીદારોને આપવી જાેઈએ.”

નવા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભાજપ દ્વારા નિર્મિત’ બેરોજગારીના કલંક સામે લડવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘રોજગાર દો પદયાત્રા’નો પ્રસ્તાવ છે, જે ૭૫ વર્ષ પૂરા થવા પર ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨થી શરૂ થશે.

પાર્ટીએ કહ્યું, “શાળાઓમાં લાગુ કરાયેલ શિક્ષણ અધિકાર કાયદાની તર્જ પર, કોલેજાે અને યુનિવર્સિટીઓમાં પણ ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણની જાેગવાઈ હોવી જાેઈએ. કેન્દ્ર સરકારે ગરીબ અને અમીરનાં બાળકો વચ્ચે સર્જાયેલી અણધારી ડિજિટલ ગેપનો કાયમી ઉકેલ લાવવો જાેઈએ અને પ્રાંતોને મદદ કરવી જાેઈએ.’રિક્રુટમેન્ટ ડ્રાઈવ’ ચલાવીને ભરો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.