Western Times News

Gujarati News

ઔડા ખેડૂતોને ઓર્ગેનિક શાકભાજી વેચવા શહેરમાં વિનામૂલ્યે પ્લોટ આપશે

(એજન્સી)અમદાવાદ, ઔડા દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના ગામોમાં ‘ઓર્ગેનીક ખેતી’ કરતા ખેડૂતોને પ્રોત્સાહીત કરાશે. ઔડા ખેડૂતોને ઓર્ગેનીક શાકભાજી વેચવા શહેરમાં વિનામૂલ્યે પ્લોટ આપશે.

ઔડાએ અમદાવાદ શહેરના થલતેજ, ચાંદખેડા, બોડકદેવ, વસ્ત્રાલ સહીતના વિવિધ પ્લોટ નકકી કર્યા છે. અહી ખેડૂતોને શનીવાર અને રવીવારે શાકભાજી અને ફૂટ વેચવા પ્લોટ આપશે. ઔડાએ આ અંગે ઠરાવ મંજૂર કરી દીધો છે. ઔડાએ અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી આ ઠરાવની જાણ કરી છે. ટુંક સમયમાં આ પ્રકારના શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવશે.

ઔડા દ્વારા તાજેતરમાં એક મહત્વનો ઠરાવ મંજૂર કર્યો છે. ઔડાએ પ્રાકૃતિક ખેતપેદાશોના માર્કેટને ઉત્તેજન મળે અને ખેડૂતો પ્રોત્સાહીત થાય તે માટે ખેડૂતો દ્વારા ઉપજાવેલ વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશોનું તેઓ સીધું વેચાણ બજારમાં કરી શકે તે માટે જાેગવાઈ કરી છે.

ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ મળી રહે અને શહેર જનતા નાગરીકોને ખેડૂત પાસેથી સારા ભાવે મળી રહે તે માટે પ્લોટ આપવાનું નકકી કર્યું છે. ઔડા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને જમીન કે પ્લોટ આપશે. આ પ્લોટમાં ખેડૂતો શનીવારે અને રવીવારે અઠવાડીક બજાર ભરી શકશે.

ઔડા ખેડૂતોને બજાર ઉભું કરવા માટે પ્લોટ આપશે. આ અંગે ઔડાએ ઠરાવ મંજુર કરી દીધી છે. સાથે આ માટે આગળની કાર્યવાહી કરવા માટે અમદાવાદ અને ગાંધીનગરના જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે. આ અંગે શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ પ્લોટ નકકી કર્યા છે.

આ અંગે ઔડાના એસ્ટેટ ઓફીસર રમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશ વેચાણ કરવા માટે ઔડા વિનામૂલ્યે હંગામી ધોરણે પ્લોટ આપવાનો ઠરાવ કર્યો છે. ઔડાનો પ્રયાસ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહીત કરવાનો છે. સાથે ખેડૂતોની તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.