Western Times News

Gujarati News

ગુજરાતમાં ૬૧ ટકા પાસે ટુ વ્હીલર, ૧૧ ટકા કારના માલિક

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ૬૧% પાસે ટુ વ્હીલર અને અંદાજે ૧૧% પાસે કાર હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તામીલનાડુ મધ્ય પ્રદેશ જેવા રાજયો કરતાં પણ ગુજરાતમાં કારનું પ્રમાણ વધારે છે.

નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ર૦૧૯-ર૧ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ ર૩.૭% હિમાચલ પ્રદેશમાં રર.૧૦% પંજાબમાં ર૧.૯૦% નાગાલેન્ડમાં ર૧.૩૦% સાથે સૌથી વધુ લોકો કારના માલીક છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ૮.૭% રાજસ્થાનમાં ૮.ર% ઉત્તર પ્રદેશમાં પ.પ% મધ્યપ્રદેશમાં પ.૩% પાસે કાર છે. સમગ્ર દેશમાં કાર ધરાવનારાઓનું સરેરાશ પ્રમાણ ૭.પ% છે. વર્ષ ર૦૧૮માં આ પ્રમાણ ૬% હતું.

ગુજરાતમાં ૬૧.૧૦% લોકો પાસે ટુ વ્હીલર છે. બીજી તરફ પંજાબમાંથી સૌથી વધુ ૭પ.૬૦% રાજસ્થાનમાં ૬૬.૪૦% તામીલનાડુમાં ૬૩.૯૦% તામીલનાડુમા ટુ વ્હીલર ધરાવે છે. આમ, સૌથી વધુ પાસે ટુ વ્હીલર હોય તેવા રાજયોમાં ગુજરાત પાંચમા સ્થાને છે. સમગ્ર દેશમાં ટુ વ્હીલર ધરાવનારાઓનું પ્રમાણ ૪૯.૭૦% છે.

ગુજરાતમાં ૧ર.૭૦% ઘરોમાં વોશીગ મશીન છે. જયારે સમગ્ર દેશમાં આ પ્રમાણ ૧૮% છે. સૌથી વધુ ઘરમાં વોશીગ મશીન હોય તેવા રાજયોમાં પંજાબ ૬૬.૪૦% સાથે માખરે, દિલ્હી ૬પ.૩૦% સાથે બીજા હરીયાણા ૬૧.ર૦% સાથે ત્રીજા સ્થાને છે.

ગુજરાતના પર.૬૦% ઘરમાં ફ્રીજ જયારે સમગ્ર દેશમાં આ પ્રમાણ ૩૮% છે. બિહારમાં માત્ર ૧૦% ઘરમાં ફ્રીઝ છે. ગુજરાતમાં ૧૭.પ૦% ઘરમાં એક કન્ડીશનર છે. અને સમગ્ર દેશમાં આ પ્રમાણ ર૩.૭૦% છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.