Western Times News

Gujarati News

ગરમીને કારણે દાહોદમાં ૧૦૦ ચામાચીડિયા મૃત હાલતમાં મળ્યાં

દાહોદ, દાહોદમાં અગનગોળા વરસાવતી અને અંગ દઝાડતી ગરમી વચ્ચે સામાન્ય માનવી બહાર નીકળવામાં ખચકાઈ રહ્યો છે. ત્યારે પશુ પંખી માટે આ ગરમી મોત નોતરવા હોવાનું કારણ બની હોવાનું પ્રતીત થવા પામ્યું છે.

દાહોદ ખાતે ગરમીનો પારો ૪૪ ડિગ્રી પાર કરતા છાબ તળાવ નજીક ૧૦૦ કરતાં પક્ષીઓના મોત થતાં પ્રકૃતિ વિદો ચિંતામાં ગરકાવ થવા પામ્યા છે. તો ટપોટપ સો કરતા વધુ પક્ષીઓના મોત થતાં સંબંધિતોએ એની નોંધ પણ લીધી ન હોવાનું જાણવા મળે છે. સતત વી.આઈ.પી.ઓથી ધમધમતા વિશ્રામગૃહ તેમજ છાબ તળાવની ફરતે આવેલી વનરાજીમાં વિવિધ પ્રજાતિઓના પક્ષી નિવાસ કરતા હોય છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો સતત વધતા પશુ પંખીઓની સંખ્યાઓ પણ ઓછી જાેવા મળતી હતી.

બુધવારે બપોરના સમયે આગ ઓકતી ગરમીના કારણે છાબ તળાવના ફરતે ઠંડી હવા પ્રાપ્ત તશે તેવી આશાએ લીમડા, બોરડી, તેમજ પીપળાના વૃક્ષો પર વાગોળ તથા ચામાચીડિયા સહિતના પંખીઓ ટપોટપ નીચે પડવા માંડતા ત્યાં પ્રત્યક્ષ દર્શિઓએ બુમાબુમ કરતા કેટલાક લોકો કુતુહલ વશ ટોળે વળ્યાં હતાં.

તો આ બાબતની જાણ થતાં લોકોના ટોળા સ્થવ પર પહોંચી ગયા હતા. આશ્ચર્ય વચ્ચે સો કરતા પણ વધુ પક્ષીઓ મોતને ભેટેલા જાેઈ સભ્યતા છવાઈ જવા પામી છે. એકસાથે ૧૦૦ કરતા વધુ પક્ષીઓના મોત ગરમીના કારણે થયાં છે ? કે અન્ય કોઈ રોગના લીધે થયા છે ?

તેની તપાસ સંબંધિતો દ્વારા થાય તેવી લાગણી અને માંગણી ઉપસ્થિત પ્રજાજનો વ્યક્ત કરાઈ રહી છે. દાહોદમાં અગાઉ પણ એકસાથે આવા પક્ષીઓના મોત નીપજ્યા હોવાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે પશુ પંખીઓ હજુ પણ વધુ મુશ્કેલીઓમાં મુકાશે તેવો મત તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.