Western Times News

Gujarati News

મુંબઈ સામે હૈદરાબાદનો વિજય, પ્લેઓફની આશા જીવંત રાખી

નવી દિલ્હી, સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. મંગળવારે અત્યંત રોમાંચક બનેલા મુકાબલામાં હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ રનથી વિજય નોંધાવ્યો હતો.

આ વિજય સાથે હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત રહી છે. હૈદરાબાદ ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ ધરાવે છે અને તે આઠમાં ક્રમે છે. જાેકે, પ્લેઓફમાં પહોંચવા માટે તેને અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે. આઈપીએલ-૨૦૨૨માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને સનરાઈજર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રાહુલ ત્રિપાઠીની તાબડતોબ ૭૬ રનની ઈનિંગ્સની મદદથી હૈદરાબાદે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૯૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો.

જેના જવાબમાં મુંબઈના બેટર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ અણીના સમયે વિકેટો ગુમાવી દેવાના કારણે તે વિજયથી વચિંત રહ્યું હતું. મુંબઈએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૯૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ૧૯૪ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી મુંબઈ ટીમની શરૂઆત શાનદાર રહી હતી. સુકાની રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જાેડીએ ૧૦.૪ ઓવરમાં જ ૯૫ રન ફટકારી દીધા હતા.

વોશિંગ્ટન સુંદરે રોહિત શર્માને આઉટ કરીને હૈદરાબાદને પ્રથમ સફળતા અપાવી હતી. રોહિતે ૩૬ બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૪૮ રન ફટકાર્યા હતા. ત્યારબાદ ઉમરાન મલિક ત્રાટક્યો હતો. તેણે ઈસાન કિશન, ડેનિયલ સેમ્સ અને તિલક વર્માને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ઈશાન કિશને ૩૪ બોલમાં ૪૩ રન નોંધાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.

જ્યારે ડેનિયલ સેમ્સે ૧૫ અને તિલક વર્માએ આઠ રનનું યોગદાન આપ્યું હતું. જાેકે, ટિમ ડેવિડે તોફાની અંદાજમાં બેટિંગ કરીને મુંબઈને વિજયની નજીક લાવી દીધું હતું. જાેકે, અણીના સમયે ડેવિડ રન આઉટ થઈ ગયો હતો અને ત્યારબાદ મુંબઈએ ઉપરા-ઉપરી વિકેટો ગુમાવી દેતા તે વિજયથી વંચિત રહ્યું હતું.

ડેવિડે ૧૮ બોલમાં ચાર સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે ૪૬ રન ફટકાર્યા હતા. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે બે રન નોંધાવ્યા હતા. રમનદીપ સિંહે છ બોલમાં અણનમ ૧૪ રન નોંધાવ્યા હતા. હૈદરાબાદ માટે ઉમરાન મલિકે ત્રણ તથા ભુવનેશ્વર કુમાર અને વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદ માટે આ મુકાબલો કોઈ પણ ભોગે જીતવો જરૂરી હતો.

પ્રથમ બેટિંગમાં ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ પ્રિયમ ગર્ગ અને રાહુલ ત્રિપાઠી તથા નિકોલસ પૂરનની તોફાની બેટિંગની મદદથી હૈદરાબાદે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૯૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઓપનર અભિષેક શર્મા નવ રન નોંધાવીને આઉટ થયો હતો ત્યારે ટીમનો સ્કોર ૨.૪ ઓવરમાં ૧૮ રનનો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.