Western Times News

Latest News from Gujarat India

હોટેલમાં યોજાયું ધીરજ ધૂપૂરની પત્ની વિન્ની અરોરાનું બેબી શાવર

મુંબઈ, ટીવી કપલ ધીરજ ધૂપર અને વિન્ની અરોરા, જેઓ તેમના પહેલા સંતાનને આવકારવા માટે આતુર છે, તેમણે પરિવાર અને અંગત મિત્રો માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું.

બેબી શાવર માટે કપલે ટ્રેડિશનલ આઉટફિટ પર પસંદગી ઉતારી હતી અને બંનેએ વ્હાઈટ આઉટફિટમાં ટિ્‌વનિંગ કર્યું હતું. વ્હાઈટ શરારા અને ટોપમાં વિન્ની સ્ટનિંગ લાગી રહી હતી, તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાતો હતો તો ધીરજે વ્હાઈટ કૂર્તા અને પેન્ટની સાથે મેચિંગ જેકેટ પહેર્યું હતું. બંનેએ પિંક અને વ્હાઈટ કલરની સુંદર ટુ-ટાયર કેક પણ કાપી હતી.

મોટાભાગના મહેમાન ગ્રે અને વ્હાઈટ આઉટફિટમાં આવ્યા હતા. ‘કુંડલી ભાગ્ય’ની ટીમ પણ સેલિબ્રેશનમાં જાેડાઈ હતી, જેમાં શ્રદ્ધા આર્યા, સુરભી ચંદાના, રુચિ ચતુર્વેદી, અંજુમ ફકીહ, અભિષેક કપૂર, સ્વાતી કપૂર સહિતનો સમાવેશ થાય છે.

વિન્ની અરોરાએ બેબી શાવરની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે પતિ સાથે મસ્ત પોઝ આપ્યા છે. આ સિવાય વિન્નીએ કેક કટિંગ કરવા દરમિયાનની તસવીર પણ શેર કરી છે. તસવીરોમાં પાછળ ‘બેબી ધૂપર’ લખેલું જાેઈ શકાય છે. આ સાથે લખ્યું છે ‘સેલિબ્રેટિંગ બેબી ધૂપર. અંજુમ ફકીહે બેબી શાવરમાંથી ધીરજ ધૂપર અને વિન્ની અરોરા સાથેની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે.

પેરેન્ટ્‌સ-ટુ-બીને અભિનંદન પાઠવતાં તેણે લખ્યું છે ‘પેરેન્ટ્‌સ-ટુ-બીને દિલથી અભિનંદન. તમારા પર આશીર્વાદ વરસતા રહે, નવા એડવેન્ચર અને ઉંઘ વગરની રાત માટે શુભેચ્છાઓ હા…હા. વિન્ની અરોરાના બેબી શાવરમાં શ્રદ્ધા આર્યા એકદમ હટકે લૂકમાં આવી હતી.

તેણે વ્હાઈટ સ્કર્ટ અને બેકલેસ ટોપ પહેર્યું હતું. તેણે પણ ધીરજ, વિન્ની અને બાકીના કો-એક્ટર્સ સાથે કરેલી મસ્તીની તસવીરો શેર કરી છે. આ સાથે લખ્યું છે ‘મમ્મી ડેડી ટુ બી…મારી સાથે જેઓ શક્ય એટલા વધારે ખુશ અને ઉત્સાહિત છે. ડીડીનું બેબી આવી રહ્યું છે.

તમને બંનેને દુનિયાની તમામ ખુશીઓ અને પ્રેમ મળે…ખૂબ જલ્દી આવી રહ્યું છે. એપ્રિલમાં વાતચીત કરતાં ધીરજ ધૂપરે કહ્યું હતું કે, ‘હું ખૂબ જલ્દી પિતા બનવાનો છું અને તેથી મારે ખૂબ જલ્દી જીવનમાં કેટલીક બાબતોને પ્રાથમિકતા આપવાની જરૂર છે.

એકવાર તેમ થઈ ગયા બાદ મારા માટે નવી ભૂમિકા નિભાવવી સરળ રહેશે. વિન્ની અદ્દભુત છોકરી છે. તે બધું સારી રીતે સંભાળી લે છે. મને વિશ્વાસ છે કે, બાળકનો ઉછેર, મારી કાળજી અને ઘરની સંભાળ સહિત તે બધું સારી રીતે મેનેજ કરશે. વિન્ની મારી લકી ચાર્મ છે. તેના બિનસ્વાર્થી સપોર્ટના કારણે જ હું અહીંયા છું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers