Western Times News

Gujarati News

પતિના કોરોનામાં મૃત્યુ થયા બાદ સાસુ-સસરા મહિલાને ઘર ખાલી કરવા કહ્યું

અમદાવાદ, શહેર સહિત ગુજરાતભરમાં મહિલાઓ પર થતાં અત્યાચારના કેસ ઓછા થઈ રહ્યા નથી, ઉપરથી કોરોના મહામારી બાદ તેનું પ્રમાણ વધી ગયું છે. દહેજને લઈને હેરાનગતિ, ચારિત્ર્ય પર શંકા કરીને મારઝૂડ તેમજ અન્ય નાની-નાની બાબતોમાં મહિલાઓ પર ઘરેલુ હિંસા વધી ગઈ છે.

શહેરના પોશ વિસ્તારમાં પણ આવા કિસ્સા નોંધાઈ રહ્યા છે. સોમવારે બોપલ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. મે, ૨૦૨૧માં કોવિડ ૧૯ના કારણે પતિનું મૃત્યુ થયા બાદ તેની માલિકીના મકાનના દસ્તાવેજાે માટે સાસરિયાંઓ હેરાન કરી રહ્યા હોવાનો અને ધમકી આપતા હોવાનો આક્ષેપ તેણે લગાવ્યો હતો.

સોલા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે, પરિવારના સભ્યોની હાજરીમાં તેણે વર્ષ ૨૦૧૪માં ગોતામાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.

૨૦૧૫માં મહારાષ્ટ્રના પુણેમાં તેના પતિનું ટ્રાન્સફર થયું હતું જ્યારે તેના સસરા, સાસુ અને દિયર તેના પતિના નામ પર રહેલા મકાનમાં રહેતા હતા, તેમ તેણે ઉમેર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, માત્ર તહેવાર પર જ તે તેના પતિ સાથે ઘરની મુલાકાત લેતી હતી.

કોરોના મહામારી અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના લીધે વર્ષ ૨૦૨૦માં તેઓ ગોતા સ્થિત ઘરે પરત ફર્યા હતા. મહિલા અને તેનો પતિ, જેઓ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, તેઓ કોવિડ-૧૯ના લીધે ગોતામાં જ વર્ક ફ્રોમ હોમ કરતાં હતા. પતિના મૃત્યુ બાદ, તે ગોતા સ્થિત ઘરે તેના સાસરિયાં સાથે રહેતી હતી.

આ સમય દરમિયાન સાસુ-સસરા અને દિયરે તેની પાસેથી મકાનના દસ્તાવેજાે માગવાનું શરૂ કરી દીધું હતું તેમજ પતિના મૃત્યુ માટે તેને જવાબદાર ગણાવી હતી. મહિલાએ હેરાનગતિ વિશે તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી, જે બાદ તેઓ તેને ગોતામાં આવેલા ઘરે લઈ ગયા હતા.

ત્યારબાદ પણ સાસુ અને સસરાએ ફોન કરીને તેને પ્રોપર્ટીના દસ્તાવેજ માટે ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું. કંટાળેલી મહિલાએ ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.