Western Times News

Gujarati News

અજય પિરામલને બ્રિટનની મહારાણી દ્વારા માનદ્ બ્રિટિશ એવોર્ડ મળ્યો

પિરામલ ગ્રૂપના ચેરમેન અજય ગોપીકિશન પિરામલને હર મેજેસ્ટી ધ ક્વીન (મહારાણી) દ્વારા માનદ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ) એવોર્ડ મળ્યો છે. તેમને આ સન્માન યુકે-ઇન્ડિયા સીઇઓ ફોરમના ભારતીય સહઅધ્યક્ષ તરીકે યુકે-ભારતના વેપારી સંબંધોને ગાઢ બનાવવા બદલ મળ્યું છે.

શ્રી પિરામલ યુકે-ઇન્ડિયાના સંબંધને વધારવા માટે હિમાયતી છે, જેમાં યુકેની લાઇફ સાયન્સિસની ઇકોસિસ્ટમમાં તેમનું રોકાણ અને તેમના બંને દેશો વચ્ચે લોકોના જોડાણના ‘જીવંત સેતુ’ બનવા માટે તેમનો સાથસહકાર સામેલ છે. યુકે-ઇન્ડિયા સીઇઓ ફોરમના સહ-અધ્યક્ષ તરીકે

તેમણે વર્ષ 2019માં લંડનમાં જોઇન્ટ ઇકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)ની બેઠક, વર્ષ 2018માં કોમનવેલ્થ સંગઠનના સભ્ય દેશોના વડાઓની બેઠક અને વર્ષ 2016માં બ્રિટનના પ્રધાનમંત્રીની ભારતમાં મુલાકાતમાં પ્રદાન કર્યું છે. શ્રી પિરામલે શ્રમિકોની અવરજવર, બ્રિટનમાં ભારતીય રોકાણ માટે ઝડપથી વ્યવસ્થા સ્થાપિત કરવા અને ભારતમાં કોર્પોરેટ કરવેરા પર નીતિ ઘડવામાં પણ મદદ કરી છે.

આ સન્માન પર પિરામલ ગ્રૂપના ચેરમેન અજય પિરામલે કહ્યું હતું કેઃ “હું હર મેજેસ્ટી ધ ક્વીનના હસ્તે આ માનદ એવોર્ડ મેળવીને ગર્વ અને નમ્રતાની લાગણી અનુભવું છું. વર્ષ 2016થી ઇન્ડિયા-યુકે સીઇઓ ફોરમના સહ-અધ્યક્ષ તરીકે મારો પ્રયાસ મોટા પાયે આર્થિક સાથસહકાર દ્વારા બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવામાં મદદ કરવાનો છે.

મને ખાતરી છે કે, આ સન્માન બંને દેશો વચ્ચે વેપાર, વાણિજ્ય અને ઔદ્યોગિક ભાગીદારીની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે તેમજ આગામી વર્ષોમાં નવી ઊંચાઈએ લઈ જશે.”

હર મેજેસ્ટીના સાઉથ એશિયાના ટ્રેડ કમિશનર અને વેસ્ટર્ન ઇન્ડિયા માટે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર એલેન જેમ્મેલે કહ્યું હતું કેઃ “મને ખુશી છે કે, હર મેજેસ્ટી ધ ક્વીન તેમના જ્યુબિલી યરમાં યુકે-ઇન્ડિયા સંબંધમાં અજયે ભજવેલી પ્રોત્સાહનજનક ભૂમિકાને બિરદાવવા માનદ્ સીબીઇ અજય પિરામલને આપવાના નિર્ણયને માન્યતા આપી હતી.

મેં ચાલુ વર્ષની શરૂઆતમાં એડિનબર્ગ નજીક પિરામલ ફાર્મા સોલ્યુશનની આંતરરાષ્ટ્રીય સ્તરની એન્ટિબોડી-ડ્રગ કન્જુગેટ (એડીસી) ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી હતી. મેં આ સુવિધામાં તેમના રોકાણમાં વધારો અને આશરે 50 નવી અતિ કુશળતા ધરાવતી રોજગારીઓનું સર્જન જોયું હતું. આ રીતે ઘણા વર્ષોથી અજયના બહોળા પ્રદાનને બિરદાવવું ગર્વની વાત છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.