Western Times News

Gujarati News

વરરાજા મિત્રો સાથે પાર્ટી કરતા રહ્યાને દુલ્હનના લગ્ન બીજે કરાવી દેવાયા

ચુરુ, લગ્નમાં વરરાજા અને દુલ્હનને લઈને નવા નવા સમાચાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે રાજસ્થાનના ચુરુમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વરરાજાને પોતાના લગ્ન દરમિયાન મિત્રો સાથે પાર્ટી કરવાનું ભારે પડી ગયું.

મોડી રાત્રી સુધી જાન લગ્ન સ્થળે પહોંચી નહીં. એ પછી દુલ્હનના ઘરવાળાઓ નારાજ થઈ ગયા. એટલું જ નહીં છોકરી પક્ષના લોકોએ દુલ્હનના લગ્ન બીજા કોઈ છોકારા સાથે કરાવી દીધા.

જ્યારે મોડી રાત્રે વરરાજા લગ્ન સ્થળે પહોચ્યો તો એ જાેઈને તેની આંખો ફાટીને પહોંળી થઈ ગઈ હતી. એ પછી વરરાજા લગ્ન કર્યા વગર જ જાન લઈને પરત ગયો.

વરરાજા અને તેના પરિવાર સહિત સગા વ્હાલાઓ આ વાતને લઈને નારાજ થયા હતા. એ પછી તેઓ ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસવાળાઓએ ગુનો નોંધવાના બદલે સમજદારી બતાવી અને બંને પરિવારના લોકોને સમજાવ્યા અને મામલો થાળે પાડ્યો.

આ ઘટના ૧૫ મેના રોજ બની હતી. વરરાજા સુનીલ અને તેનો પરિવાર રાત્રે ૯ વાગે જાન લઈને પોતાના ઘરેથી નીકળ્યા હતા. પરંતુ દુલ્હનના ઘરે રાત્રે ૨ વાગે પહોંચ્યા. જ્યારે ચેલાના બાસ ગામની જાન મોડી રાત્રે ત્યાં પહોંચી તો નજારો એકદમ અલગ હતો. આ મોડુ થવા પાછળનું કારણ પણ વિચિત્ર હતું.

વરરાજા તેના દોસ્તો સાથે મોડી રાત્રી સુધી દારૂ પાર્ટી કરતો રહ્યો. જેના કારણે લગ્નનું મુહૂર્ત પણ નીકળવાની તૈયારીમાં હતું. ત્યારે દુલ્હનના પરિવારે તેના લગ્ન બીજા છોકરા સાથે કરાવી દીધા. રાત્રે ૨ વાગે દુલ્હનના ઘરે જાન પહોંચી તો જાનૈયાઓ નાચવા લાગ્યા. પરંતુ તેઓ એ વાત જાણતા નહોતા કે દુલ્હનના તો લગ્ન થઈ ચૂક્યા છે.

જ્યારે તેઓને આ વાતની જાણ થઈ તો બધા ચોંકી ગયા હતા. દુલ્હનના ઘરના લોકોએ જણાવ્યું કે લગ્ન માટે જે મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું અનો સમય સવા એક વાગ્યોનો હતો. પરંતુ વરરાજા સમયસર જાન લઈને પહોંચ્યો નહીં. નારાજ થયેલા દુલ્હનના પરિવારજનોએ તેના લગ્ન બીજા છોકરા સાથે કરાવી દીધા.

એ પછી આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દુલ્હનના પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, જે લગ્ન પહેલાં આવો વ્યવહાર કરે તે લગ્ન પછી તેમની દીકરી સાથે કેવો વ્યવહાર કરે. આ વાતને લઈને પોલીસવાળાઓએ બંને પક્ષના લોકોને બેસીને સમજાવ્યા અને મામલો થાળે પાડ્યો. એ પછી બંને પક્ષના લોકોને પોતપોતાના ઘરે રવાના કર્યા હતા.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.