Western Times News

Gujarati News

જંબુસરના નાડા ગામમાં દારૂની લતને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યાછે

પ્રતિકાત્મક

ભરૂચ,દારૂને કારણે હૈયું હચમચાવી દે એવી સ્વજનોને ગુમાવનારની વેદના સામે આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસરના નાડા ગામમાં દારૂની લતને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાના અહેવાલથી ભરૂચ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. તો બીજી તરફ નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના આગમનની સાથે જ બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ફક્ત ૪૦ દિવસમાં ૧૦૯૦ ગુના ફક્ત પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયા છે.મારા પતિ દારૂ પીને મરી ગયા છે, મારા ઘરમાં દારૂ પીવાને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. મહેરબાની કરીને કોઇ ગામમાં દારૂ બંધ કરાવો.

આ શબ્દો છે ગીતાબેન પરમારના. ખુરશી પર બેઠેલાં ગીતાબેનના હાથમાં મૃતક પતિનો ફોટો છે અને માથા પર પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતાની લકીર છે, આવી હૈયુ હચમચાવી દે એવી વેદના એક ગીતાબેનની નહીં, પણ ગામની ૧૫૦થી વધુ વિધવા મહિલાઓની છે.

ગ્રામજનોની દારૂ મુક્ત ગામ કરવાની પહેલ રંગ લાવી, અને નવનિયુક્ત જિલ્લા પોલીસે ગ્રામજનોની સાથે મિટિંગ કરી અને તમામ બુટલેગરોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા શરૂ કર્યા છે. એકલા નાડામાં જ નહિ પરંતુ બીજા અન્ય ગામડાંઓમાં પણ પોલીસની ટુકડીઓએ દેશી દારૂની ભઠ્ઠીઓને નેસ્ટ નાબૂદ કરી.

હાલ ગામમાં દારૂ મળવાનો બંધ થયો છે જેથી સરપંચ પણ ખુશ છે.ભરૂચના જંબુસરના નાડા ગામમાં દેશી દારૂને કારણે અનેક પુરુષોનાં મોત થયાં છે. નવયુવાનો દારૂની લતે ચડી પોતાની માતાને માર મારે છે. સરપંચ સહિત ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં ગામમાં દારૂનું દૂષણ અટકતું નથી.

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ અવારનવાર સામે આવતાં દૃશ્યોથી અનેક સવાલ ઊભા થાય છે. ત્યારે ઝી૨૪કલાકની ટીમે જંબુસરના છેવાડાના નાડા ગામની સ્ત્રીઓની વેદના સાંભળી હતી. ૫ હજારની વસતિ ધરાવતા નાડા ગામમાં ૧૫૦ ઘર એવાં છે, જેમાં માત્ર વિધવાઓ જ રહે છે. જેમના વૈધવ્યનું કારણ દારૂ છે.

જ્યારે કેટલાંક મા-બાપ પોતાના જુવાન પુત્રના મૃત્યુને કારણે નિરાધાર અને નિસહાય બન્યાં છે.દારૂને કારણે ૧૫૦થી વધુ સ્ત્રીઓ વિધવા થઇ છે, જ્યારે હજુ અનેક સ્ત્રીઓને પોતાનાં પતિ અને બાળકોની ચિંતા કોરી ખાય છે, કારણ કે ગામના અનેક પુરુષો અને યુવાધન દારૂના રવાડે ચડ્યાં છે. ગામમાં ઘણી વિધવાઓ એવી છે, જેમનો એકનો એક પુત્ર દારૂ પીવે છે.

કમાઇને ઘરમાં લાવવાના બદલે ઘરવખરી વેચીને પણ દારૂ પીવે છે. માતાઓને ખાવાનાં ફાંફાં પડે છે, ૫-૧૦ રૂપિયાના પડીકા ખાઇને દિવસ કાઢવો પડે છે. સરપંચ સહિત ગ્રામજનોની રજૂઆતો પોલીસના ધ્યાને આવતા જ પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી તમામ બુટલેગરોને ભૂગર્ભમાં ઉતરી જાવ મજબૂર કર્યા છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.