Western Times News

Gujarati News

ગીતા પઠાણ સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

અમદાવાદ ,હનીટ્રેપ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ આજે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપ સિદ્ધ ન થતાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ક્રાઈમના પીઆઈ ગીતા પઠાણ,PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ ૮ આરોપી સામે હનીટ્રેપ અને તોડ કરવાનો આરોપ હતો. ૨૦ માર્ચ ૨૦૨૧ના દિવસે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

હની ટ્રેપમાં ચાર લોકો સાથે તોડ કર્યો હતો. આરોપીઓ પર પોલીસ ફરિયાદમાં સમાધાન કરાવવાના નામે લાખો રૂપિયાનો તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ગીતા પઠાણ છેલ્લા ઘણા મહિનાઓ સુધી જેલની સજા પણ ભોગવી છેમહિલા પોલીસ મથકમાંPI ગીતાબાનું હયાતખાન પઠાણ,PSI જનક બ્રહ્મભટ્ટ સહિતની ટોળકીએ પ્લાનિંગ કરીને વેપારી સહિતનાને કથિત રીતે હનીટ્રેપમાં ફસાવીને ૨૬.૫૫ લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ હતો.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા હતા અને આરોપીઓને હાઈકોર્ટ દ્વારા જામીન પર મુક્ત નહોતા કરાયા. બીજી તરફ કોર્ટે આ કેસની કાર્યવાહી ૬ મહિનામાં પૂર્ણ કરવા માટેનો પણ આદેશ આપ્યો હતો.

હનીટ્રેપ કેસમાં બન્ને પક્ષ તરફથી દલિલો બાદ સુનાવણી પૂર્ણ થતા બુધવારે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો. જેમ PI ગીતબાનુ પઠાણ અનેPSI જનક બ્રહ્મભટ્ટ સહિત આ કેસમાં સંડોવાયેલી ટોળકીને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.

PI નોંધનીય છે કે, હનીટ્રેપના કેસમાં વેપારી સહિતના લોકોને ફસાવીને તોડ કરવાના આરોપમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલાPI ગીતાબાનું પઠાણ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી, બિપીન શનાભાઈ પરમાર, ઉન્નતી ઉર્ફે રાધિકા રાજપૂત, જાનવી ઉર્ફે જીનલ પઢિયાર, અમરબેન મોહનભાઈ સોલંકી, શારદાબેન નાનાજીભાઈ ખાંટ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.