Western Times News

Gujarati News

પૂજા સિંઘલના કહેવા પર સીએ સુમનને અપાયા હતા કાળા નાણા: ડીએમઓ

રાંચી, ઝારખંડમાં પૂજા સિંઘલના કાળા નાણાના રહસ્યો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. બુધવારે, પાકુર અને દુમકાના જિલ્લા ખાણ અધિકારીઓ (ડીએમઓ) ની ઈડીની ઝોનલ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. પાકુર ડીએમઓ પ્રદીપ સાહ અને દુમકા ડીએમઓ કૃષ્ણ ચંદ્ર કિસ્કુની પૂછપરછનો આ સતત ત્રીજાે દિવસ હતો. ઈડ્ઢએ ગેરકાયદેસર ખનન અંગે પૂછપરછ કરી હતી.

ઈડીની પૂછપરછ દરમિયાન ડીએમઓએ કહ્યું કે પૂજા સિંઘલના કહેવા પર જ તેઓએ કાળા નાણાંનો કેટલોક ભાગ સીએ સુમનને આપ્યો હતો.

આ ઉપરાંત આ લોકોએ ઈડીને ગેરકાયદે માઈનિંગમાં અધિકારીઓની મિલીભગત વિશે પણ માહિતી આપી હતી. ડીએમઓએ પૂછપરછમાં વધુમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનન માટે એકત્ર કરાયેલા નાણાં રાંચી ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા હતા.

જયારે EDની પૂછપરછ દરમિયાન, પૂજા સિંઘલે જિલ્લા ખાણ અધિકારીઓના દાવા સ્વીકાર્યા. બંને ડીએમઓએ સ્વીકાર્યું છે કે ખાણ ખનન અધિકારીઓ પણ ગેરકાયદે ખનનમાં સામેલ છે.

બંને ડીએમઓએ EDની પૂછપરછમાં એ પણ ખુલાસો કર્યો છે કે ગેરકાયદેસર ખાણકામ માટે એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ ઝારખંડની રાજધાની રાંચી પહોંચવા માટે થતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાળા નાણાંનો એક ભાગ ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે જતો હતો. માઇનિંગ અધિકારીઓએ કબૂલાત કર્યા બાદ EDએ પૂજા સિંઘલની ફરી પૂછપરછ કરી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પ્રશ્નો પર, ઈડીએ ડીએમઓના દાવા પર સામસામે બેસીને પૂજા સિંઘલ અને બંને ખાણ અધિકારીઓની પણ પૂછપરછ કરી. આ પૂછપરછ દરમિયાન ખાણકામ અધિકારીઓએ જણાવ્યું કે આઇએએસ પૂજા સિંઘલના કહેવા પર જ આ અધિકારીઓએ કાળા નાણાનો મોટો હિસ્સો પૂજા સિંઘલના સીએ સુમનને આપ્યો હતો.

જ્યારે ઈડીએ પૂજા સિંઘલની આ બાબતે પૂછપરછ કરી તો પૂજા સિંઘલે પણ કબૂલ્યું છે કે તેને દર મહિને ગેરકાયદે માઇનિંગ અને રેતીની ગેરકાયદે દાણચોરી માટે પૈસા મળતા હતા.

ઈડીની તપાસમાં સુમને કબૂલ્યું હતું કે તેમના ઘરેથી મળી આવેલી ૧૯ કરોડની રોકડમાંથી મોટાભાગની રોકડ પૂજા સિંઘલની છે. ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ઓફિસર્સ (ડીએમઓ)એ આ પૈસા પૂજા સિંઘલને મોકલ્યા હતા. જે તેને જુદી-જુદી જગ્યાએથી મળ્યા હતો.

આ પૈસા પૂજા સિંઘલ દ્વારા મોટા લોકો સુધી પહોંચાડવાના હતા. સીએ સુમને જે કહ્યું હતું તેના આધારે જિલ્લા ખાણ ખનિજ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેઓએ આ હકીકત સ્વીકારી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.