Western Times News

Gujarati News

દિલ્હીના ત્રણેય કોર્પોરેશનનો ૨૨ મેએ વિલય કરાશે

નવીદિલ્હી, દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો ૨૨ મેથી વિલય થઈ જશે. આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. દિલ્હી મહાનગર પાલિકા (સંશોધન) બિલ, ૨૦૨૨ને સંસદે એપ્રિલમાં મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની ગયો હતો. હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધુ છે.

ત્રણેય કોર્પોરેશનને એક કરવાના ર્નિણયને લઈને દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી ભાજપ પર નિશાન સાધતી રહે છે. તેનું કહેવું છે કે ભાજપે એમસીડી ચૂંટણીમાં હારના ડરથી કોર્પોરેશનનો વિલય કર્યો છે. પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે- ૧૫ વર્ષથી ભાજપ દિલ્હી કોર્પોરેશન (એમસીડી) માં સત્તામાં છે અને પૈસા લઈ રહી છે. ૧૮ મેએ તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

શું તમારી પાસે આટલો મોટો ર્નિણય (બુલડોઝરની કાર્યવાહી) કરવાનો બંધારણીય અધિકાર છે? ચૂંટણી થવા દો અને જીતનારી પાર્ટીને ર્નિણય કરવા દો. બધાને ખ્યાલ છે કે એમસીડીમાં આપ જ આવશે.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.