Western Times News

Gujarati News

હાડકાની ઘનતા ચકાસવાનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ સ્વામિનારાયણ સ્કૂલ તેમજ વાયરોક સુપર સ્પેશ્યાલીટી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા આમોદ ખાતે હાડકાની ઘનતા ચકાસવાનો ટેસ્ટ નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો.

જેમાં સૌ પ્રથમ ભારત માતાની પ્રતિમાને ફુલહાર ચઢાવ્યા બાદ દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં આમોદ તેમજ જંબુસર શહેર તેમજ તાલુકાના ૧૫૦ થી વધુ દર્દીઓએ વિના મૂલ્યે લાભ લીધો હતો.નિઃશુલ્ક યોજાયેલા કેમ્પમાં વડોદરાના નિષ્ણાંત તબીબ ડૉ.સિદ્ધાર્થ, ડૉ.પાર્થ,ડૉ.નીતિને સેવાઓ આપી હતી.

તેમજ કેમ્પને સફળ બનાવવા માટે આમોદ જૈન એલર્ટ ગ્રુપના આગેવાન રાજુભાઇ શાહ,સહિત ક્રિમેશ પટેલ,નટુભાઈ પરમાર,દેવેન્દ્રભાઈ શાહ, કેતન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.