Western Times News

Gujarati News

બોટાદના બરવાળાથી નકલી સીઆઈડી ઓફિસર ઝડપાયો

બોટાદ, બોટાદ જિલ્લાના બરવાળા ખાતે રહેતા અને બનાવટી પોલીસ અધિકારીના દસ્તાવેજાે ધારણ કરી લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા રર વર્ષીય યુવાનને બોટાદ એલ.સી.બી. પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની વિગત પ્રમાણે બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બોટાદ જિલ્લાના બરવાળા ખાતે રહેતો નરેન્દ્રભાઈ લખુભાઈ મેર (ઉ.વ.રર) પોલીસ અધિકારી તરીકેના બનાવટી દસ્તાવેજાે ધારણ કરીને લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી રહ્યો છે તેવી બાતમી મળતા એલ.સી.બી. શાખાના પોલીસ ઈન્સપેકટર એ.બી.દેવધા તથા સ્ટાફના માણસોએ નરેન્દ્રભાઈ લખુભાઈ મેરના ઘરે જઈ તેની અંગ ઝડતી કરી તેમજ મકાનની તલાસી લેતા સી.આઈ.ડી. મોસ્ટ વોન્ટેડ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના આઈ કાર્ડ, ઓથોરિટી લેટર સિકયુરિટી એજન્સી લેટર, કોરા લેટરપેડ અને સોગંદનામુ, રબર સ્ટેમ્પ-ર, પોલીસ ખાતાનો યુનિફોર્મ, ટેબલેટ-૧, એરગન-ર, મોબાઈલ ફોન-ર સહિતનો મુદ્દામાલ મળી આવતા પુછપરછ હાથ ધરતા પોલીસ તરીકેની ખોટી ઓળખ ઉભી કરી લોકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવા આ આઈ.ડી. કાર્ડ લેટરો અને સિક્કા (સ્ટેમ્પ) બનાવડાવેલ હોવાનું જણાવેલ જેથી નરેન્દ્રભાઈ લખુભાઈ મેર વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર એ.બી. દેવધાએ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.