Western Times News

Gujarati News

દિલ્હી સરકાર ટૂંક સમયમાં શહેરી કૃષિ નીતિ શરૂ કરશે: ગોપાલ રાય

નવીદિલ્હી, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર ટૂંક સમયમાં શહેરી કૃષિ નીતિ શરૂ કરશે, જેમાં કૃષિ પર વિશ્વભરના શ્રેષ્ઠ પ્રયાસો અને ઉકેલોનો સમાવેશ કરવામાં આવશે. મંત્રીએ દિલ્હીમાં શહેરી ખેતી માટે ઉપલબ્ધ કૃષિ તકનીકોની ચર્ચા કરવા માટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી છે.

ગોપાલ રાયને ટાંકીને એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મેટ્રોપોલિટન વિસ્તારોમાં વધતી ભીડને જાેતા ભવિષ્યમાં દિલ્હીમાં વનીકરણ અભિયાન માટે ચોક્કસપણે કોઈ જગ્યા બાકી રહેશે નહીં. “આવા સંભવિત સંજાેગોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર શહેરી કૃષિ વ્યૂહરચના ઘડી રહી છે,”

તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય દિલ્હીમાં દરેક વ્યક્તિને તેમના પોતાના ઘરે ફળો, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઉગાડવા માટે સક્ષમ અને પ્રોત્સાહિત કરવાનો છે. ઉલ્લેખનિય છે દિલ્હી સરકાર સતત નવી નવી યોજનાઓ લાગી રહી છે. દિલ્હીમાં સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટી સતત પોતાને દરેક ક્ષેત્રમાં સ્થાપિત કરવા માટે વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે.HS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.