Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર-કચ્છના 750થી વધુ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સએ મેળવ્યું ઉપયોગી માર્ગદર્શન

Aditya Birla Sun Life Mutual Fund launches a Unique ETF

રાજકોટમાં આદિત્ય બિરલા સન લાઈફ MF દ્વારા Regional Vogyage -2022નું આયોજન

રાજકોટમાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા Regional Vogyage -2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્ય બિરલા સનલાઈફના MD એ. બાલા સુબ્રમણિયનના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે પરિસંવાદ યોજાયો હતો.જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 750થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સએ  જ્ઞાનપ્રદ માહિતી મેળવી હતી.

તા.23-05-2022ના રોજ શહેરની ઇમ્પિરિયલ પેલેસ હોટેલ ખાતે માર્કેટ અને મ્યુચુઅલ ફંડ અંગે માહિતી અને સમજ આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા ડિસ્ટ્રીબ્યુટર્સએ પોતાને થતા પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું.

આ સેમિનારમાં મુંબઈથી આવેલા આર્થિક નિષ્ણાત અને છેલ્લા 15 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડ અંગે બહોળું જ્ઞાન ધરાવતા આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ મેનેજર શ્રી વિનોદભાઇ ભટ્ટ દ્વારા પોતાના વક્તવ્યમાં જ્ઞાનવર્ધક માહિતી આપવામાં આવી હતી તથા ડિસ્ટ્રીબ્યુટર્સને માર્ગદર્શન આપ્યું હતું.

જ્યાં તેમણે જણાવ્યું હતું કે, અમારૂ એક જ સૂત્ર છે કે “ગ્રોથ એટ રીઝનેબલ પ્રાઈઝ”…, અને આ સૂત્રને ચરિતાર્થ કરવા અમે વ્યાજબી ભાવે શેર બજાર માં રોકાણ કરી સારા વળતર મેળવવા કાર્ય કરીએ છીએ. હાલ રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને ચીનમાં કોરોનાને પગલે લાગેલા લોકડાઉન અને મોંઘવારી ની અસર વૈશ્વિક માર્કેટ પર થઈ રહી છે. તેમજ સમગ્ર વિશ્વની વાત કરીએ તો માર્કેટ ઘણું ડાઉન છે.

પ્રવર્તમાન સમયમાં, ભારતની જીડીપી હજુ પણ અર્થવ્યવસ્થાને ટ્રેક કરતી એક્સ્ટ્રાપોલેટેડ ટ્રેન્ડલાઇનથી થોડી દૂર છે.છતાં વિકાસના માળખાને સર કરવા માટે પ્રયત્નશીલ છે. કોઈપણ અર્થતંત્રનના મુખ્ય ત્રણ પરિમાણ હોય છે.કનઝપશન, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ.

હવે જો પ્રથમ પરિમાણની વાત કરીએ તો કોરોનાના બાદ સમયમાં આપણું અર્થતંત્ર ધીરે-ધીરે વિકાસ કરી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ માળખાકીય સવલતો વિકસી રહી છે. ઇન્વેસ્ટમેન્ટની દેશમાં મોટા પાયે બાંધકામના ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. આ ત્રણેય પરિમાણોને ધ્યાને રાખીને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે. અને કઈ રીતે વ્યાજબી દરે રોકાણ કરવું કે જેથી અપેક્ષિત વળતર મળી રહે તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

નજીકના સમયમાં, કોમોડિટીના ભાવમાં વધારો ગ્રાહકની વિવેકાધીન માંગને નીચા કોર્પોરેટ માર્જિન તરફ દોરી શકે છે, જેના પરિણામે FY23 માટે કમાણીમાં ઘટાડો થશે. જો કે, અમે માનીએ છીએ કે આગામી 3 થી 5 વર્ષમાં, કમાણી 13-14% CAGR પર વધવાની સંભાવના છે, જે લાંબા ગાળાની સરેરાશ કરતા વધારે છે.

હાલ કોર્પોરેટના વિસ્તરણ કરવા માટે સ્થિતિ સારી છે. કારણ કે હવે માંગની સ્થિતિમાં સુધારો થાય છે અને ક્ષમતાનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને ટેક્સટાઇલ, કેમિકલ્સ, મેન્યુફેક્ચરિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં આપણો ભારત દેશ ચીનના +1 મોડલનો પ્રમુખ લાભાર્થી બની શકે તેવી સંભાવના છે.

મધ્યમ ગાળાથી લઈને લાંબા ગાળાના પરિમાણોને ધ્યાને લઈને અમે ભારતના ઇક્વિટી પર સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે બજારો વધુ ઊંચા સ્તર પર રહેશે. એકંદરે, અમારું માનવું છે કે ભારતીય ઇક્વિટી બજારો આગામી 3થી 5 વર્ષમાં સરળ વળતર માટે યોગ્ય વિકલ્પ પૂરો પાડે છે. એ સાથે સલાહ પૂર્ણ છે કે SIP ચાલુ રાખવી અને એડિશનલ પરચેઝ કરી વધુ વળતર મેળવવાની શક્યતા છે.

આ ઉપરાંત રિટેઇલ સેલ્સના હેડ શ્રી ભવદીપભાઈ ભટ્ટએ ઉદ્યોગના માળખા અંગે વિગતે માહિતી આપી હતી અને SIP, એસેટ એલોકેશન, ફિક્સ ઇન્કમ તથા ઇકવીટી અને પાર્ટનરશીપની માહિતી આપી હતી.

જ્યાં તેમને જણાવ્યું હતું કે,અમારા આંતરિક વિશ્લેષણો દર્શાવે છે કે ભારતના રોકાણકારોનો વધુ લગાવ ઈક્વિટી મ્યુચ્યુંઅલ ફંડ પ્રત્યે છે. ભારતમાં ઈકોનોમી થાળે પડી રહ્યાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. મોટાભાગની કંપનીઓ મંદીના મારમાંથી બેઠી થઈ રહી છે. વિવિધ કોર્પોરેટ ગૃહ અને નાની મોટી સંસ્થાઓ વિકાસની પગદંડી પર ફરીથી પગલાં માંડી રહી છે.

આ સેમિનારની શરૂઆતમાં વેસ્ટ ઝોનના ઝોનલ હેડ શ્રી મિકકીભાઈ દેસાઈએ  વક્તાઓ તથા ડિસ્ટ્રીબ્યુટર્સનું સ્વાગત કર્યું હતું. જયારે સૌરાષ્ટ્ર કચ્છના ક્લસ્ટર હેડશ્રી આશિષભાઇ પોપટે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડએ સૌરાષ્ટ્રના બજારમાં ટોચના ત્રણ મ્યુચ્યુઅલ ફંડમાં સ્થાન હાંસલ કર્યું છે. તમામ શહેરોમાં હાજરી સુનિશ્ચિત બનાવતા ફંડ હાઉસે સૌરાષ્ટ્રમાં 9 સ્થળોએ વિસ્તરણ કર્યું છે,

જેમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર, ભૂજ તથા ગાંધીધામમાં સંપૂર્ણ સેવા ઉપલબ્ધ બનાવતી શાખાઓનો સમાવેશ થાય છે. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે ગયા વર્ષે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રોકાણકારોના માર્ગદર્શન માટે તથા ડીસ્ટ્રીબ્યુટરોના વિકાસ માટે સૌથી વધુ કાર્યક્રમો યોજ્યાં હતાં,

આ સાથે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ આગ્રહ કરે છે કે લાર્જકેપ યોજનામાંમાં 25-30% ડાઇવર્સિફાઇડ યોજનામાંમાં 35-40% મિડકેપ અને સ્મોલ કેપમાં 15-20% તથા થિમેટિકમાં પણ 15-20% નાણાંનું રોકાણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.