Western Times News

Gujarati News

ધોરાજીમાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ચાર લૂંટનો ભેદ ઉકેલ્યો

ધોરાજી, ધોરાજી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી જુદી-જુદી ચાર જગ્યાએ થયેલી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. આ અંગે પોલીસ ઈન્સ્પેકટર અનિરુધ્ધસિંહ ગોહિલે જણાવેલ કે ધોરાજી વિસ્તારમાં રાત્રીના સમયે અલગ-અલગ જગ્યાએ વાહનો રોકી છરી બતાવી મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ કરતા ચાર શખ્સોને મોટબ સાઈકલ સાથે શોધી કાઢયા છે.

જેમાં ચાર શખ્સોમાં ત્રણ બાળકિશોરો હોવાથી તેઓને ડીટેઈન કરેલ અને આરોપી કરણ ઉર્ફે કુકડો ઉર્ફે કૌશિક હીરાભાઈ વાણીયા રહે. ધોરાજીવાળાને મોટરસાઈકલ રોકડ રૂ.૪૧૦૦, ચાર મોબાઈલ ફોન રૂ.૧૯૦૦૦ અને એક છરી રૂ.પ૦૦૦ મળી કુલ ૪૩,૧પ૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.