Western Times News

Gujarati News

તલવાર લહેરાવનારા યુવકને જામીન આપવા કોર્ટનો ઈનકાર

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે બુધવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં કોમી હિંસામાં પરિણમેલી રામ નવમી પર નીકળેલી શોભા યાત્રામાં ભાગ લેતી વખતે તલવાર લહેરાવવાનો આરોપ ધરાવતા ૨૦ વર્ષીય યુવકને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

આ વર્ષે એપ્રિલમાં પ્રશાંતકુમાર પંડ્યાએ તેમના વકીલ દ્વારા હાઇકોર્ટમાં જામીન માંગ્યા હતા અને એવી રજૂઆત કરી હતી કે ૧૦ એપ્રિલના રોજનું સરઘસ પોલીસની પરવાનગીથી કાઢવામાં આવ્યું હતું, અને સરઘસને રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી ન હતી અને તેથી ભીડ ગભરાઈ ગઈ હતી.

કેસ પેપર્સ તપાસ્યા પછી જસ્ટિસ સમીર દવેએ આ તબક્કે પંડ્યાને જામીન પર છોડવાનો ઇનકાર કર્યો હતો, તેમજ કોર્ટે વકીલને પૂછ્યું હતું કે શું અરજદારે સરઘસ દરમિયાન તલવાર લહેરાવી હતી. જેના જવાબમાં વકીલે હકારમાં રિપ્લાય આપતા કહ્યું હતું કે રામ નવમી અને ગુરુ નાનક જયંતિ જેવા તહેવારોમાં લોકો સરઘસ દરમિયાન જાહેરમાં હથિયાર લહેરાવે છે.

જાેકે અરજદારના વકીલની દલીલ સાંભળ્યા પછી પણ કોર્ટ જામીન આપવાની અનિચ્છા દર્શાવતી હતી. તેમજ કોર્ટે અરજદારને જણાવ્યું હતું કે એકવાર પોલીસ ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ અરજદાર કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

મહત્વનું છે કે રામ નવમીના દિવસે હિંમતનગરમાં છાપરિયા વિસ્તારમાં એક સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે બે દિવસ સુધી કોમી રમખાણો થયા હતા. પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી હતી અને તેમને ત્રણ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે રમખાણોના કેસમાં ૪૦ લોકોને આરોપી તરીકે દર્શાવ્યા હતા.

રામનવમી નિમિત્તે સમગ્ર દેશ સહિત રાજ્યમાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન હિંમતનગરના છાપરીયા ગામમાંથી પણ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે તકની રાહ જાેઈને બેસેલા કેટલાંક તોફાની તત્વોએ શોભાયાત્રા પર પથ્થમારો કર્યો હતો. આ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને કેટલાંક તોફાની તત્વોની ધરપકડ કરી હતી.

જે બાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્ણરુપે કોમી એખલાસ અને શાંતિ હતી ત્યેર હિંમતનગરના છાપરીયા ગામમાં હિંસા બાદ ખંભાતમાં પણ નીકળેલી શોભાયાત્રા પર પણ પથ્થરમારો થયો હતો.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.