Western Times News

Gujarati News

જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું

files Photo

અમદાવાદ, જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી ડીસીપી ઝોન ૧ સ્ક્વોડ અને લોકલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવતીને ઝડપી હતી. પોલીસ તપાસમાં યુવતીએ એક યુવકનું નામ આપ્યાની વિગતો ખુલી છે.

ડ્રગ્સ સાથે પકડાયેલી યુવતી ગોતા વિસ્તારમાં રહેતી હોવાની વિગતો પોલીસને મળી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

ડીસીપી ઝોન ૧ લવીના સિંહાના સ્ક્વોડને બાતમી મળી હતી કે, ગોતા ચાંદલોડિયા ખાતે રહેતી યુવતી એમડી ડ્રગ્સ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે ઝોન ૧ સ્કોડે અને વસ્ત્રાપુર પોલીસે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની યુવતી પસાર થતા મહિલા પોલીસે તેને ચેક કરી હતી. યુવતી પાસેથી ૪ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

વસ્ત્રાપુર પોલીસે આ અંગે ડ્રગ્સ સાથે મળી આવેલી જ્યોતિકા દીપકભાઈ ઉપાધ્યાય રહે, શિવ કેદાર ફ્લેટ, ચાંદલોડિયા-ગોતાની ધરપકડ કરી હતી. જ્યોતિકાની તપાસમાં એક યુવકનું નામ ખુલ્યું હતું.પોલીસે આ યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.