Western Times News

Gujarati News

સિસ્કા LEDએ સિસ્કા રિસેસ્સડ SSD ડાઉનલાઇટ લોંચ કરી

ઇન્ડોર સેટિંગ્સ માટે લાઇટિંગનું આદર્શન સોલ્યુશન

મુંબઈ, એલઇડી લાઇટિંગ સોલ્યુશન્સમાં પથપ્રદર્શક સિસ્કા એલઇડીએ સિસ્કા એલઇડી રિસેસ્સડ એસએમડી ડાઉનલાઇટ (ગ્લોસ્લિક–SSK-SLP) લોંચ કરવાની જાહેરાત કરી છે. Syska LED unveils the new Syska LED Recessed SMD Downlight

સિસ્કા ગ્રૂપ એના ઉત્પાદનો દ્વારા સતત અદ્યતન ટેકનોલોજી ઓફર કરે છે અને વ્યવસાયે સતત બદલાતી ઉપભોક્તા માગોને પૂર્ણ કરવા એની હાલની એલઇડી લાઇટિંગ રેન્જનું વિસ્તરણ કરવા કામ કરે છે. જ્યારે એલઇડી લાઇટિંગ ઉદ્યોગમાં નવીનતા અને ટેકનોલોજી ઓફરની વાત આવે છે, ત્યારે કંપની પથપ્રદર્શક છે.

નવીન સિસ્કા એલઇડી રિસેસ્સડ એસએમડી ડાઉનલાઇટ ઇન્ડોર ઉપયોગ માટે આદર્શ લાઇટિંગ સોલ્યુશન છે, કારણ કે આનો ઉપયોગ મોલ, સ્ટોર, ઘર, શોરૂમ તેમજ ઓફિસ સ્પેસમાં થઈ શકશે. લાઇટનો મુખ્ય ભાગ થર્મો-પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમમાંથી બનેલો છે,

જે એના લાઇટવેઇટ અને ઊર્જાના અસરકારક પ્રસરણમાં પ્રદાન કરે છે. સિસ્કા લાઇટ ચમકદાર પ્રકાશની સાથે કોઈ પણ ઇન્ડોર એરિયામાં સરળતાપૂર્વક ફિટ થવાની સુવિધા આપે છે.

સિસ્કા એલઇડી રિસેસ્સડ એસએમડી ડાઉનલાઇટ 3W, 6W, 9W, 12Wઅને 15Wમાં ઉપલબ્ધ છે. ઇનપુટ વોલ્ટેજ રેન્જ AC90-300V, 50Hz અને લ્યુમેન્સ અનુક્રમે 210lm, 420lm, 630lm, 840lmઅને 1050 lm છે.

સિસ્કા એલઇડી રિસેસ્સડ એસએમડી ડાઉનલાઇટના લોંચ પર સિસ્કા ગ્રૂપના ડિરેક્ટર શ્રી રાજેશ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે, “સિસ્કામાં અમે માનીએ છીએ કે, આપણા ઉપભોક્તાની જીવનશૈલી વધારવાની હંમેશા તક હોય છે અને અમે ટેકનોલોજી સંચાલિત ઉત્પાદનો ઓફર કરવાની ખાતરી આપીએ છીએ,

જે સમગ્ર ભારતમાં ભારતીય ઉપભોક્તાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. અમે સસ્ટેઇનેબ્લ અને ઊર્જાદક્ષ લાઇટની વિવિધ રેન્જ ઊભી કરવા કટિબદ્ધ છીએ, કારણ કે આ લાઇટિંગ સોલ્યુશન્સના પરિવર્તન માટે મહત્વપૂર્ણ છે, જે ઊર્જાની બચત કરે છે, તો જીવનધોરણ વધારે છે. અમે સુંદરતા અને સસ્ટેઇનેબિલિટી સાથે સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેકનોલોજીને સામેલ કરીએ છીએ.”

સિસ્કા એલઇડી રિસેસ્સડ એસએમડી ડાઉનલાઇટની કેટલીક મુખ્ય ખાસિયતો સામેલ છેઃ

ઊર્જાની બચતઃ આ લાઇટ સસ્ટેઇનેબ્લ કેટેગરી અંતર્ગત આવે છે, કારણ કે આ ઓછી વીજળીનો ઉપયોગ કરે છે તથા ટકાઉ અને વિશ્વસનિય છે

સ્લીક ડિઝાઇનઃસિસ્કા એલઇડી રિસેસ્ડ એસએમડી ડાઉનલાઇટ કોઈ પણ સુંદરતાને આધુનિક સ્પર્શ વધારવા સ્લીક ડિઝાઇન ધરાવવા નિર્મિત છે

સ્વાઇવેલ ડાઉનલાઇટઃ આ ખાસિયત મોટા ભાગની છતો અને સ્પેસના સ્થાપત્યની પુષ્ટિ કરવા એલઇડી ડિરેક્શનલ લાઇટ તરીકે એલઇટી લાઇટનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે.

સ્પોટ લાઇટિંગઃ ચમકદાર એલઇડી લાઇટથી આંખોની દ્રષ્ટિ ઘટી શકે છે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર થાય છે. સ્પોટ એરિયા પર ઓપ્ટિક રિફ્લેક્ટર પોઇન્ટ્સ લાઇટ ગ્લેરની સમસ્યા ટાળવા ઉત્સર્જનના વિસ્તારમાં વધારો કરે છે અને વિઝ્યુઅલ થાક પણ દૂર થાય છે.

ઉત્પાદન અગ્રણી રિટેલ સ્ટોર્સમાંથી ખરીદી કરી શકાશે. ઉત્પાદન બે વર્ષની ઉત્પાદન વોરન્ટી ધરાવે છે. 3W, 6W, 9W, 12Wઅને 15Wની રેન્જમાં વિવિધ વોટેજ વિકલ્પો માટે આ એલઇડી લાઇટની કિંમત અનુક્રમે રૂ. 349/-, રૂ. 449/-, રૂ. 549/-, રૂ. 649/- અનેરૂ. 699/- છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.