Western Times News

Gujarati News

ચીનના વિદેશ મંત્રી સુરક્ષા અને વેપાર અંગે ૧૦ દેશોના પ્રવાસ પર

બીજિંગ, તાજેતરમાં જ જાપાનમાં પૂર્ણ થયેલી ક્વાડ સમિટ બાદથી ચીન બેચેન જાેવા મળી રહ્યુ છે. આ જ કારણ છે કે ચીની રાષ્ટ્રપતિ કેટલાક દેશોને પોતાની સાથે જાેડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ સુરક્ષા અને વેપાર અંગે ૧૦ દેશો સાથે કરાર કરવાનુ આયોજન બનાવ્યુ છે. પોતાના આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે વાંગ યી એ પ્રશાંત દ્વીપ દેશોનો એક મોટો પ્રવાસ શરૂ કર્યો છે.

પોતાના ૧૦ દિવસીય પ્રવાસ દરમિયાન વાંગ કિરિબાતી, સમોઆ, ફિજી, ટોંગા, વાનુઅતુ, પાપુઆ ન્યૂ ગિની અને પૂર્વી તિમોરમાં રોકાશે.
આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમુક દિવસ પહેલા ટોક્યોમાં ક્વાડ શિખર સંમેલનનુ આયોજન થયુ હતુ જેમાં પોતાના સદસ્યોને પ્રશાંત દ્વીપ દેશોની સાથે સહયોગને વધુ મજબૂત કરવાનુ આહ્વાન કરવામાં આવ્યુ હતુ. ક્વાડમાં ભારત સિવાય જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા અમીર દેશ સામેલ છે.

ક્વાડ સમિટ બાદથી ચીનને પડકાર આપવા માટે ઓસ્ટ્રેલિયાની નવી ચૂંટાયેલી સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ ૪૪ સદસ્યીય પ્રતિનિધિમંડળની સાથે વાંગના આઠ દેશોના પ્રવાસની સરખામણી કરવાના પ્રયાસમાં પ્રશાંત દ્વીપ દેશોમાંના એક ફિજી પહોંચ્યા.

ચીનના વિદેશ મંત્રી સોલોમન દ્વીપ પણ ગયા. જેણે તાજેતરમાં જ ત્રણ ક્વાડ સદસ્ય – અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની મુશ્કેલીઓ છતાં ચીનની સાથે એક સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચીનના વિદેશ મંત્રી જે દેશોનો પ્રવાસ કરી રહ્યા છે તેમાંથી કેટલાક દેશ ઓસ્ટ્રેલિયાથી વધારે દૂર નથી. વિશ્લેષકો અનુસાર ઓસ્ટ્રેલિયા ચીનને એયુકેયુએસઅને ક્વાડ દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. આને જાેતા ચીન ઓસ્ટ્રેલિયાના પાડોશી દેશોને પોતાની સાથે જાેડવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

ઓસ્ટ્રેલિયાએ પોતાના વિદેશ મંત્રી વોંગ ને ફિજી મોકલ્યા કેમ કે ચીની વિદેશ મંત્રી સોમવારે પ્રશાંત દ્વીપ દેશોની સાથે એક હાઈબ્રિડ સંમેલન માટે ત્યાં પહોંચવાના છે. સંયુક્ત વક્તવ્યમાં ક્વાડએ પ્રશાંત ક્ષેત્રીય સુરક્ષા માળખા માટે સમર્થનની પુષ્ટિ કરી હતી, જેને ચીન પોતાના વિદેશ મંત્રી ના અભૂતપૂર્વ ૧૦ દિવસીય પ્રવાસના માધ્યમથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ ફિજીમાં પેસિફિક આઈલેન્ડ ફોરમ સચિવાલયને એ કહીને બીજાે રસ્તો અપનાવ્યો કે તેમની સરકાર પ્રશાંત દ્વીપોની સાંભળશે અને સ્વીકાર કર્યો કે કેનબરાએ પહેલા જળવાયુ પરિવર્તનની સાથે પ્રશાંત દેશોના સંઘર્ષનુ સન્માન કર્યુ નથી.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.