Western Times News

Gujarati News

બેંગલોરને ૭ વિકેટથી કચડી રાજસ્થાન ફાઈનલમાં પહોંચ્યું

નવી દિલ્હી, IPL ૨૦૨૨ની Qulifier-૨ મેચમાં રાજસ્થાન અને બેંગલોરની મેચ ભારે રસાકસીભરી રહી હતી. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી બેંગલોરની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી.

ઓપનિંગમાં આવેલો કોહલી માત્ર ૭ રન બનાવી પરત ફર્યો હતો. જાે કે, આજે પણ રજત પાટીદારે વિસ્ફોટક ઈનિંગ્સ રમતાં ૫૮ રન બનાવ્યા હતા. જેની મદદથી ૨૦ ઓવરના અંતે બેંગલોરની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૫૭ રન બનાવ્યા હતા. રાજસ્થાનના બોલર્સ તરફથી આજે શાનદાર બોલિંગ કરવામાં આવી હતી. રાજસ્થાન તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઓબેડ મેક્કોયે ૩-૩ વિકેટ ઝડપી હતી.

૧૫૮ રનોનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે ઓપનર જાેસ બટલરે શાનદાર શરૂઆત અપાવી હતી. જાેસ બટલરે આઈપીએલ ૨૦૨૨ની સિઝનની ચોથી સદી ફટકારી હતી. અને બટલરે સિક્સ ફટકારી રાજસ્થાનને શાનદાર જીત અપાવી હતી.

૧૮.૧ ઓવરના અંતે રાજસ્થાને ૩ વિકેટ ગુમાવીને ૧૬૧ રન બનાવી બેંગલોર સામે શાનદાર જીત હાંસલ કરી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ગુજરાતની ટીમ સામે ફાઈનલમાં ટક્કર થશે. બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યાં બાદ ૧૫૮ રનોનો સ્કોર રાજસ્થાન માટે એકદમ સરળ કહી શકાય તેમ હતો. રાજસ્થાન તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ અને જાેસ બટલરે શાનદાર શરૂઆત અપાવી હતી.

જાે કે, જયસ્વાલ ૨૧ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. પણ જાેસ બટલરે પોતાનો ક્લાસ દેખાડતાં આક્રમક બેટિંગ કરવાનું ચાલું રાખ્યું હતું. ત્રીજા નંબેર આવેલો સંજુ સેમસન પણ ૨૩ રન બનાવી આઉટ થઈ ગયો હતો, જ્યારે દેવદત્ત પડિક્કલ ૯ રન બનાવી કેચ આઉટ થઈ ગયો હતો. પણ ક્રિઝ પર એકબાજુએથી બટલરે પોતાનું સ્થાન જમાવી રાખ્યું હતું.

બટલરે ૬૦ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૬ સિક્સ ફટકારી ૧૦૬ રન બનાવ્યા હતા. તેમજ સિક્સ ફટકારી તેણે રાજસ્થાનને શાનદાર જીત અપાવી હતી. ૧૮.૧ ઓવરના અંતે રાજસ્થાનની ટીમે ૩ વિકેટ ગુમાવી ૧૬૧ રન બનાવ્યા હતા.

જાેસ બટલરે સિઝનની ચોથી સદી ફટકારી હતી. અને આ સાથે ૧૪ વર્ષ બાદ એટલે કે ૨૦૦૮ બાદ પ્રથમ વખત રાજસ્થાનની ટીમ ફાઈનલમાં પહોંચી છે અને હવે ગુજરાત સામે રવિવારે રાજસ્થાન ટક્કર લેશે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરેલી બેંગલોરની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી.

આ સિઝન કોહલી માટે ખરાબ રહી છે. આજે પણ કોહલી ૮ બોલમાં ૭ રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો. જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ માત્ર ૨૫ રન બનાવી શક્યો હતો. જાે કે, ગત મેચમાં હીરો રહેલાં રજત પાટીદારે આજે પણ શાનદાર બેટિંગ કરી હતી અને સંકટની ઘડીમાં બેંગલોરની ટીમ માટે સંકટમોચકની ભૂમિકા ભજવી હતી. તેણે ૪૨ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ સિક્સની મદદથી ૫૮ રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.