Western Times News

Gujarati News

કનિકાએ બેવાર લગ્ન માટે ગૌતમને કર્યું હતું પ્રપોઝ

મુંબઈ, સિંગર કનિકા કપૂર, જે બેબી ડોલ, ચિંટિયા કલ્લાઈયાં જેવા ટ્રેક માટે જાણીતી છે તેણે હાલમાં જ દ્ગઇૈં બિઝનેસમેન ગૌતમ હાથીરમાની સાથે લંડનમાં લગ્ન કર્યા હતા. મહેમાનોની સાથે તેના બાળકોએ પણ દરેક પ્રસંગમાં ખુશીથી ભાગ લીધો હોવાનું જાેઈને તે ઈમોશનલ થઈ ગઈ હતી. કનિકા, જેણે અગાઉ લંડનના બિઝનેસમેન રાજ ચંદોક સાથે લગ્ન કર્યા હતા, તેણે વર્ષ ૨૦૧૨માં ડિવોર્સ લીધા હતા.

વાતચીત કરતાં કનિકાએ ફરીથી લગ્ન, ગૌતમ સાથેની ૧૫ વર્ષની જૂની મિત્રતાને નવું નામ આપવા અંગે તેમજ તેના ત્રણેય બાળકોએ તેના જીવનના નવા તબક્કાને કેવી રીતે સ્વીકાર્યો તેના વિશે વાત કરી હતી. આ એવી વાત છે જે થશે તેવું ત્યારે મેં વિચાર્યું નહોતું. હું કૃતજ્ઞ છું.

ગૌતમ અને હું ૧૫ વર્ષથી મિત્રો છીએ. તે એવો વ્યક્તિ છે જેણે મને હંમેશા સપોર્ટ કર્યો છે. અમે બેસ્ટ ફ્રેન્ડ્‌સ રહ્યા છીએ, અમે એકબીજાના જીવન વિશે બધું જાણતા હતા. આજના સમયમાં તમે જેવા છો તેવા જ તમને કોઈ સ્વીકારે તેવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે.

હું જેવી છું તેવી ગૌતમે મને સ્વીકારી મમ્મી, આર્ટિસ્ટ, દીકરી અને મિત્ર. એક વર્ષ પહેલા તેણે મને પ્રપોઝ કર્યું હતું અને અમે લગ્ન કરી શકીશું કે નહીં તે બાબતે મને ખાતરી નહોતી. તે મારી પોતાની શંકાના કારણે હતું. ત્રણ બાળકો બાદ મેં ડિવોર્સ લીધા હતા તેથી તેનો પરિવાર તે સ્વીકારશે કે નહીં તે વિશે મને ખબર નહોતી. પરંતુ હું ખોટી હતી. જ્યારે પણ હું સ્ટ્રેસ અનુભવતી હતી ત્યારે તેને ફોન કરતી હતી.

હું તેની સાથે વાત કરતી હતી. તે મને પોતાના પર ફોકસ કરવાનું અને નેગેટિવિટીથી દૂર રહેવાનું કહેતો હતો. તેણે મને મમ્મી અને આર્ટિસ્ટ તરીકેની જવાબદારી સંભાળતા જાેઈ છે. એક તરફ હું મારા બાળકોને ઉછેરી રહી હતી, જેઓ લંડનમાં છે અને એક તરફ હું મુંબઈમાં કામ કરી રહી હતી.

ગૌતમ એક મિત્ર તરીકે સપોર્ટ સિસ્ટમ રહ્યો છે, આટલા વર્ષોમાં તે વાતનો અહેસાસ થતાં મેં જ તેને મારી સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું! ૨૦૧૪માં બેબી ડોલ રિલીઝ થયા બાદ પહેલીવાર મેં તેને પૂછ્યું હતું પરંતુ તેને હું મજાક કરી રહી હોવાનું લાગ્યું હતું. ૨૦૨૦માં મેં ફરીથી પૂછ્યું હતું ત્યારે હું સીરિયસ હોવાનું તેને સમજાયું હતું.

ઓગસ્ટ, ૨૦૨૧માં તેણે મને પ્રપોઝ કર્યું હતું. ૧૦ વર્ષથી હું એકલી હતી અને હવે પરિણીત છું. આર્ટિસ્ટ તરીકે હું લોકોથી ઘેરાયેલી રહેતી હોઉ પરંતુ કામના કલાકો બાદ એકલતા અનુભવતી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.