Western Times News

Gujarati News

માતૃભૂમિની સેવામાં કોઇ કસર છોડી નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાજકોટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો હું માથું ઝુકાવીને બધા નાગરિકોને પ્રણામ કરું છું. તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી છે, સમાજ માટે જીવવાની વાતો શીખવાડી છે તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઇ કસર છોડી નથી.

પીએમે કહ્યું કે આ તમારા સંસ્કાર છે, પૂજ્ય બાપુ અને સરદાર પટેલની આ પવિત્ર ધરતીના સંસ્કાર છે કે ૮ વર્ષમાં ભૂલથી પણ એવું કશું કર્યું નથી જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરિકોએ પોતાનું માથું ઝુંકાવવું પડે. પીએમે કહ્યું કે કેન્દ્રમાં ભજપાના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના ૮ વર્ષ પુરા કરી રહી છે.

આ વર્ષોમાં આપણે ગરીબની સેવા, સુશાસન અને ગરીબના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર પર ચાલતા દેશના વિકાસને નવી ગતિ આપી છે. આપણી માતા-બહેનોના જનધન બેંક ખાતામાં સીધા પૈસા જમા કર્યા.

ખેડૂતો અને મજૂરોના બેંક ખાતામાં પૈસા જમા કર્યા. અમે મફત ગેસ સિલિન્ડરોની પણ વ્યવસ્થા કરી જેથી ગરીબની રસોઇ ચાલતી રહી.
ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં ૮૪,૦૦૦ થી વધુ મંડળીઓ છે.

આ મંડળીઓ સાથે લગભગ ૨૩૧ લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલાં તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના ૭,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

પ્રધાનમંત્રી લગભગ ૧૭૫ કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્‌ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ ૫૦૦ મિલીલીટરની લગભગ ૧.૫ લાખ બોટલનું ઉત્પાદન કરશે.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.