Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓને શોપિંગનો લાભ પૂરો પાડવા માટે ફ્લિપકાર્ટ રજૂ કરે છે, ‘સ્ટુડન્ટ્સ ક્લબ’

– એપ પરનો એક વર્ચ્યુઅલ સ્ટોરફ્રન્ટ, જે 13-25 વર્ષની વચ્ચેની ઉંમરના વિદ્યાર્થીઓને વિવિધ ઉત્પાદનો, બ્રાન્ડ મેમ્બરશીપ અને ડીલની એક્સેસ આપશે

– ફ્લિપકાર્ટ દ્વારા વિદ્યાર્થીઓની પર કરવામાં આવેલા એક અભ્યાસ તથા ચર્ચા દર્શાવે છે કે, તેમને એક કસ્ટમાઇઝ્ડ પ્રોગ્રામની જરૂર છે

બેંગ્લુરુ, ફ્લિપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ આજે એક અલગ જ પ્રકારની પહેલ જાહેર કરે છે, જેમાં તે ભારતના કરોડો વિદ્યાર્થોના અભ્યાસ, એથ્લેટિક્સ, સાંસ્કૃતિક, સામાજિક અને એક્સ્ટ્રાકરિક્યુલર પ્રવૃતિના રસને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી છે.

ફ્લિપકાર્ટ તેના એપ પર લઈને આવી રહ્યું છે, એક સમર્પિત વર્ચ્યુઅલ સ્ટોરફ્રન્ટ જેનું નામ છે, ‘ફ્લિપકાર્ટ સ્ટુડન્ટ્સ ક્લબ’, જેને ખાસ વિદ્યાર્થીઓની રોજિંદી જરૂરિયાતને ધ્યાને રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ સ્ટોર્સમાં હજારો બ્રાન્ડ ભાગ લેશે અને વિદ્યાર્થીઓના શોપિંગના અનુભવને વધારવા માટે પસંદગી માટે વિશાળ રેન્જ ઓફર કરશે.

નવી પહેલનો હેતુ, સમગ્ર દેશના લાખો વિદ્યાર્થીઓને બ્રાન્ડ્સથી નજીક લાવી અને તેમના અનુસવને સુધારવાનો છે, જેથી તેઓ એક જ જગ્યાએ બધો જ લાભ મેળવી શકે. આ પ્રોગ્રામએ ખાસ ઓનબોર્ડ વિદ્યાર્થીઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે,

જેમાં એક સરળ વેરિફિકેશન પ્રોગ્રામ દ્વારા તેઓ સમગ્ર દેશના લાખો વેચાણકર્તાઓ દ્વારા માર્કેટપ્લેસ પર મુકવામાં આવેલ વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સ જેવી કે, ઇલેકટ્રોનિક્સ, ફેશન, પર્સનલ ગ્રુમિંગ, મોબાઈલ્સ, ફર્નિચર, સ્ટેશનરી, ડેકોર અને નાના એપ્લાઈન્સિસને એક્સેસ કરી શકે.

ફ્લિપકાર્ટએ વિવિધ ઉંમરના હજારો વિદ્યાર્થીઓ અને માતા-પિતાની સાથે જોડાયેલા છે, જેમાં મેટ્રો તથા ટીયર ટુ શહેરોથી લઇને વિવિ શહેરોનું સંયોજન છે, આના દ્વારા તેમની મુશ્કેલી, જરૂરિયાત અને વિશલિસ્ટ્સને સમજીને તેમના અનુભવમાં કઈ રીતે સુધારો કરવો તે સમજશે.

આંતરિક સર્વિસીસ જોઈએ તો, અત્યાધુનિક સોફ્ટવેર, ઓટીટી સબસ્ક્રિપ્શન્સ, એડટેક કોર્સ તથા પ્રિમિયમ બ્રાન્ડ્સની વ્યાજબીદરે સુવિધા પણ મેળવી શકાશે. ફ્લિપકાર્ટએ સ્ટુડન્ટ્સ ક્લબ પ્રોગ્રામને આના વિશે કરવામાં આવેલી ચર્ચાને આધારે જ ડિઝાઈન કર્યો છે.

આજે ફ્લિપકાર્ટના લગભગ 20 ટકા ગ્રાહકો એવા છે, જે એકેડેમિક, એથ્લેટિક્સ, સાંસ્કૃતિક, સામાજિક અને એક્સ્ટ્રાકરિક્યુલર રસ ધરાવતા વિદ્યાર્થીઓની ફ્રેટર્નિટી ઘણા મોટા અને નાના શહેરોમાંથી ખરીદી કરે છે. તેઓ ગ્રાહકોના વધતા જતા બેઝને તૈયાર કરે છે, તથા સમગ્ર ઇ-કોમર્સ શોપિંગના લગભગ 32 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

ફ્લિપકાર્ટ સ્ટુડન્ટ્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ અને માતા-પિતાઓ એક ખાસ બ્રાન્ડ ક્યુરેશન્સ બ્રાઉઝ કરી શકે છે, જેમાં એપલ, સેમસંગ, ડેલ, લેનોવો, શાઓમી, પુમા, લેવીસ, યુનાઇટેડ કલર્સ ઓફ બેનેટોન, એડિડાસ, સ્કેચર્સ, લેક્મે, મેબલિન, નિવિયા અને યોનેક્સ વગેરે જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોડક્ટ્સમાં ઓડિયો ડિવાઇસ, લેપટોપ, મોબાઈલ્સ, ફૂટવેર, એસેસરીઝ, કપડા, નોટબૂક્સ, વોટર બોટલ્સ, સનસ્ક્રીન, યોગા મેટ્સ અને વધુ પ્રોડક્ટ્સ સમાવિષ્ટ છે.

આ પહેલ વિશે જણાવતા, પ્રકાશ સિકારિયા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ- વૃદ્ધિ અને મોનેટાઈઝેશન, ફ્લિપકાર્ટ કહે છે, “ફ્લિપકાર્ટ ખાતે અમે સતત ટેક-સમર્થ ઉકેલની સાથે નવીનતા લાવવા કાર્યરત છીએ, જેથી અમે અમારા ગ્રાહકોને વધુ સારી સુવિધા આપી શકીએ.

વિદ્યાર્થીઓના ડિઝીટલ શોપિંગ ઝોંકને ધ્યાનમાં રાખતા આપણું પ્લેટફોર્મએ જીવનભરનું મૂલ્ય લઇને તેઓ પીયર્સ અને પરિવારના શોપિંગ વર્તનને તેમની ક્ષમતા અનુસાર વેગ આપે છે, કેમકે ફ્લિપકાર્ટ ખાતે તે અમારા માટે હાઈપ્રાયોરિટી દર્શક છે. સ્ટુડન્ટ્સ ક્લબ પ્રોગ્રામની સાથે અમારો હેતુ વિદ્યાર્થી કેન્દ્રિત એક પ્લેટફોર્મ તૈયાર કરવાનો હતો,

જે તેમની જરૂરિયાતને પૂરી કરી શકે. અમે એ તક પણ જોઈ રહ્યા હતા, જ્યાં સમગ્ર રાજ્યોમાં બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ વિદ્યાર્થીઓ માટે સરળતાથી તથા વ્યાજબીમે દરરોજ કરોડો વિદ્યાર્થીઓના મૂલ્યોમાં વધારો કરી શકે, જે તેમના શોપિંગ પ્રવાસને સુધારવામાં મદદરૂપ બની શકે છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.