Western Times News

Gujarati News

ચીનમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્વિમિંગ ટેસ્ટ આપવા માટે કહ્યું

પ્રતિકાત્મક

ચીનમાં ગ્રેજ્યુએશન પૂરું થતા પહેલા દરેક વ્યક્તિને સ્વિમિંગ આવડે તે જરૂરી છે, જેથી તેમની ફિટનેસ સ્કિલમાં વધારો થાય

નવી દિલ્હી, કોરોના મહામારી આવ્યા બાદ દુનિયામાં ઘણી બધી ચીજાે ઓનલાઇન થઈ ગઈ છે. જે વસ્તુની આપણે કલ્પના પણ કરી શકતા ન હતા, એ આરામથી ઘરે બેઠા થઈ જાય છે. બાળકોનો અભ્યાસ હોય, પરીક્ષા હોય કે પછી ફિઝિકલ એક્સરસાઇઝ, બધું જ ઓનલાઇન થઈ ગયું. પરંતુ, શું સ્વિમિંગ ઓનલાઇન થઈ શકે?

આ સવાલ એટલા માટે કારણકે, ચીનમાં એક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્વિમિંગ ટેસ્ટ આપવા માટે કહ્યું છે. આ ઘટના ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચાસ્પદ બની છે. ચીનના શાંઘાઈમાં આવેલી એક યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને ૫૦ મીટર એટલે કે ૧૬૪ ફૂટની સ્વિમિંગ ટેસ્ટ ઓનલાઇન ફ આપવા માટે કહ્યું.

હા, ૫૦ મીટરની સ્વિમિંગ ઓનલાઇન કરીને બતાવવાની વાત સાંભળીને તમને હસવું આવી ગયું હશે, પરંતુ યુનિવર્સિટીએ આવું જ કર્યું છે. વાત એમ છે કે ચીનમાં ગ્રેજ્યુએશન પૂરું થતા પહેલા દરેક વ્યક્તિને સ્વિમિંગ આવડે તે જરૂરી છે, જેથી તેમની ફિટનેસ સ્કિલમાં વધારો થાય.

South China Morning Post મુજબ, આ ટેસ્ટને કન્ડક્ટ કરવા માટે અમુક ખાસ અરેન્જમેન્ટ કરવામાં આવશે. ચીનમાં આ સમયે કોરોના વાયરસના કેસમાં ઉછાળો જાેવા મળ્યો છે, જેથી ઓનલાઇન ટેસ્ટથી લઇને સ્ટડીને સ્મૂધ રાખવામાં આવી છે. તેનો જ ભાગ છે ઓનલાઇન સ્વિમિંગ ટેસ્ટ. જાે કે, આ ટેસ્ટમાં પાણી અને પૂલ સિવાય બધું જ હશે.

વાસ્તવમાં વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચનેરમાં સ્વિમિંગથી જાેડાયેલા દરેક પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને તેમની ટેસ્ટ પૂરી થઈ જશે. ન તો તેમને પૂલમાં જવાનું છે, કે ન તો તરવાનું છે. ચીનની સોશિયલ મીડિયા સાઇટ weibo પર આ ઘટનાને લઇને ખૂબ મજાક ઉડાવવામાં આવી છે. પોસ્ટને લગભગ ૭૦ હજાર ઇન્ટરેક્શન્સ મળ્યા છે.

એક યુઝરે લખ્યું- શું વિદ્યાર્થીઓએ ઘરના બાથટબમાં તરવાનું હશે? તો અન્ય એક યુઝરે લખ્યું કે, શું યુનિવર્સિટી પાણીને સ્વિમિંગથી અલગ કરવા માગે છે? તો બીજા એક યુઝરનું કહેવું હતું કે આ ખરેખર ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાનો મામલો છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં હાલ ઓમિક્રોન વાયરસનું સંક્રમણ વધી ગયું છે અને પરિસ્થિતિ ઘણી બગડી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.