Western Times News

Latest News from Gujarat India

જૂનમાં રિલીઝ થનારી “આશ્રમ-૩”માં ઈશા ગુપ્તાએ બોલ્ડ સીન આપ્યા

આશ્રમ-૩ વેબ સિરીઝ ૩ જૂને રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલાં ઈશા ગુપ્તાના રોલની સતત ચર્ચા થઈ રહી છે

મુંબઈ,  બોલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્ત સ્ક્રીન પર આગ લગાવવા માટે જાણીતી છે. એકથી એક ચડિયાતા બોલ્ડ સીનથી અભિનેત્રી ઈશા ગુપ્તા હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે. ત્યારે ન માત્ર બોલ્ડ સીન પણ તેના કેરેક્ટર અને કહાની પણ ખુબ જ યુનિક રહે છે. ત્યારે બદનામ બાબાના દરબારમાં પણ હવે પોતાના હુશ્મનો જલવો બતાવતી નજરે પડવાની છે. Isha Gupta became bold in “Ashram-3” which will be released in June 2022

પરંતુ આશ્રમ-૩ પહેલાં પણ અનેક ફિલ્મમાં બોલ્ડનેસમાં ઈશા ગુપ્તાએ હદ પાર કરી છે. આશ્રમ-૩ વેબ સિરીઝ હાલ ખુબ જ ચર્ચામાં છે. તેના કરતા પણ વધારે ચર્ચામાં અભિનેત્રી ઈશા ગુપ્તા. આશ્રમ-૩ના ટ્રેલરમાં કેટલીક સેકેન્ડ માટે જ ઈશા ગુપ્તાનો બોલ્ડ અવતાર જાેવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ ગણતરની સેકન્ડમાં જ એવા એવા બોલ્ડ સીન આપ્યા છે કે જેને જાેઈને ફેન્સ ઓળઘોળ થઈ ગયા છે. આશ્રમ-૩ વેબ સિરીઝ ૩ જૂને રિલીઝ થવાની છે. પરંતુ તે પહેલાં ઈશા ગુપ્તાના રોલની સતત ચર્ચા થઈ રહી છે. બદનામ બાબા નિરાલા એટલે કે બોબી દેઓલની સાથે ઈશા ગુપ્તાનો કાતિલાના અંદાજ જાેવા મળી રહ્યો છે.

પરંતુ આ પહેલાં પણ આવા બોલ્ડ સીનથી ઈશા હોટનેસનો તડકો લગાવી ચૂકી છે. સૌથી પહેલાં ઈશા ગુપ્તા ઈમરાન હાશમી સાથે જાેવા મળી હતી. જન્નત-૨માં ઈમરાન હાશમી સાથે ઈશા ગુપ્તાએ બોલિવુડમાં એન્ટ્રી મારી હતી. જેમાં ઈમરાન હાશમી સાથેના કિસિંગ સીન્સ ફિલ્મ કરતા પણ વધુ ચર્ચામાં રહ્યા હતા.

ડેબ્યુ બાદ બોલીવુડની વધુ એક ફિલ્મમાં ઈશા ગુપ્તા ઈમરાન હાશમી સાથે જાેવા મળી. રાજ ૩ડી ફિલ્મમાં ઈમરાન સાથે ઈશા ગુપ્તાએ ફરી કેમેસ્ટ્રી જમાવી હતી. જેમાં ઈમરાન સાથે ઈશાએ દરેક પ્રકારના ઈન્ટીમેન્ટ સીન આપ્યા હતા. ના માત્ર ઈમરાન હાશમી જ પણ બોલિવુડના બીજા જાણીતા અભિનેતાઓ સાથે પણ ઈશા ગુપ્તા કેમેસ્ટ્રી જમાવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ફિલ્મ ચક્રવ્યૂહમાં અર્જુન રામપાસ સાથે ઈશા ગુપ્તા જાેવા મળી હતી. આ ફિલ્મમાં બોલ્ડ સીન આપવામાં ઈશા ગુપ્તાએ તમામ હદ વટાવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers