Western Times News

Gujarati News

પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ મહેસાણા જિલ્લાના ૧૩ બાળકોને વિવિધ સહાય અપાઇ

મહેસાણા,પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૯મી મે ૨૦૨૧ના રોજ બાળકો માટે શરૂ કરવામાં આવી હતી.તેનો ઉદ્દેશ્ય ૧૧મી માર્ચ ૨૦૨૦ થી શરૂ થતાં સમયગાળા દરમિયાન કોવીડ ૧૯ રોગચાળામાં માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને સહાય કરવાનો છે. આ યોજનાનો ઉદેશ્ય બાળકોની સર્વગ્રાહી સંભાળ અને સુરક્ષા સતત સુનિશ્ચિત કરવાનો છે.

આ યોજના દ્વારા બાળકોને આરોગ્ય વીમો આપી તેમના સ્વાસ્થ્યને સક્ષમ કરવામાં આવ્યું. બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય સક્ષમ બનાવવામાં આવ્યું. આ બાળકો ૨૩ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આર્થીક સહાય આપી આર્ત્મનિભર અસ્તિત્વ તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ બાળક ૧૮ વર્ષની ઉંમરથી સ્ટાઈપેન્ડ આપશે.

૨૩ વર્ષે બાળક પહોંચે ત્યારે તેને રૂ.૧૦ લાખ સુધીની નાણાંકીય સહાય મળવાપાત્ર છે..SDRF-MHA ના નિર્દેશ અનુસાર પ્રતિ મૃત માતાપિતા દીઠ રૂ.૫૦ હજારનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ યોજનમાં સ્પોન્સરશીપ યોજના અન્વયે રૂ ૨૦૦૦ ની માસિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી બાળ સહાય યોજના- મુખ્યમંત્રી બાળ સહાય યોજના અંતર્ગત રૂ ૪૦૦૦ ની દર માસે ચૂકવણી કરવામાં આવે છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોરોનાએ ઘણાની જીંદગી સંઘર્ષમય બનાવી દીધી છે.

આ બાળકોની તકલીફ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પીએમ કેર ફોર ચિલ્ડ્રનની આ હાય બાળકોને સારું શિક્ષણ, આરોગ્ય પૂરું પાડશે.બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોન પણ પૂરી પાડવામાં આવશે.આ બાળકોની હિંમતને હું સલામ કરું છું. દેશની સંવેદના તમારી સાથે છે. બાળકો તમારે હાર નથી માનવાની , તમારે દેશ માટે આગળ વધવાનું છે.

મહેસાણા જિલ્લાના ૧૩ બાળકોને રાજ્યભા સંસદ જુગલજી ઠાકોર અને જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે યોજનાના દસ્તાવેજ આપી સહાયની રકમ પૂરી પાડી હતી .સંસદ સભ્યશ્રી અને જિલ્લા કલેકટરશ્રીએ બાળકો અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી એવી તમામ સુવિધા પૂરી પાડવા અધિકારીઓને સૂચના આપી.

આજના કાર્યક્રમમાં રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર, મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેમરેન મુકેશભાઇ પટેલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ વિષ્ણુંભાઇ ચૌધઅનેરી ભાવનાબેન ગોસ્વામી સમાજ સુરક્ષા અધિકારી,મહિલા બાળ કલ્યાણ અધિકારી ,સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા આયોજન અધિકારી,બાળ સુરક્ષા અધિકારી કે.બી.વાણીયા સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.