Western Times News

Gujarati News

ચીનના સેન્ટ્રલ બેન્કના પ્રતિબંધથી લોકો પૈસા નથી ઉપાડી શકતા

બેઈજિંગ, વૈશ્વિક અર્થતંત્રમાં ફુગાવા સામે આક્રમક વલણ અપનાવી વિશ્વની સેન્ટ્રલ બેંકો વ્યાજના દર વધારી રહી છે ત્યારે દુનિયાના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં વ્યાજના દર ઘટાડવા માટે, બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતા ઠાલવી અર્થતંત્રને મંદીમાં સરી પડતું અટકાવવા માટે પ્રયત્ન ચાલી રહ્યો છે. ચીનમાં સૌથી મોટી રીઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે જયારે પોતાની લોન ભરવામાં નિષ્ફળ રહી ત્યારે તેની અસર સમગ્ર ચીનના બેન્કિંગ ક્ષેત્ર ઉપર જાેવા મળી હતી.

હવે, આ અસર ચીનના સામાન્ય નાગરીકો ઉપર પણ પડી રહી છે. ચીન સરકારે અને ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ મુકેલા પ્રતિબંધ બાદ સ્થાનિક અને નાની બેંકોના હજારો ગ્રાહકો પોતાના ખાતામાં જમા કરાવેલી રકમ ઉપાડી શકતા નથી. આ સ્થિતિમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને પોતાના પૈસા મેળળવા સરકાર સામે મેદાને પડ્યા છે. ચીનમાં લોકો જાહેરમાં પ્રદર્શન કરે એ ભાગ્યે જ જાેવા મળતી ઘટના છે.

એપ્રિલ મહિનાના અંતથી ગ્રાહકો પોતાના પૈસા ઉપાડી શકે નહી એ પ્રકારના નિયંત્રણ આવી ગયા છે. હેનાન પ્રાંતની ત્રણ બેંકો ઉપર આવા પ્રતિબંધ છે જેમાં ૧૦ અબજ યુઆન કે ૧.૪૯ અબજ ડોલર જેટલી રકમ ફસ્યએલી છે. લગભગ ૧૦ લાખ જેટલા ગ્રાહકો ઉપર અસર પડી છે.

ચીનમાં સ્થાનિક વિસ્તારમાં જ બેન્કિંગ સેવાઓ આપી શકે એવી ૧૬૩૦ જેટલી બેંકો જે આવી બેંકો પાસે કુલ ૧.૬૯ લાખ કરોડ યુઆનની થાપણો કે અસ્કયામતો છે. પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ કડક નિયંત્રણ મૂકી આવી બેંકોને તેમના વિસ્તારની બહારથી, કાર્યક્ષેત્ર સિવાયના પ્રદેશના નાગરીકો પાસેથી થાપણ લેવા કે તેમને ધિરાણ આપવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધના કારણે જ ગ્રાહકો હવે પોતાની રકમ ઉપાડી શકતા નથી.

જાેકે, ગ્રાહકો એવું માની રહ્યા છે કે દેશ ઉપર મોટી આર્થિક આફત આવી પડી છે અને તેના કારણે હવે તેમનું રોકાણ પરત આવશે નહી.
ચીનમાં વર્ષ ૨૦૧૬માં બેન્કિંગ ક્ષેત્રે સૌથી મોટી નાદારી વર્ષ ૨૦૧૬માં જાેવા મળી હતી જયારે ધિરાણ આપતી કંપની ઈઝુબો પ્લેટફોર્મ નાદાર થઇ હતી. આ સમયે નવ લાખ લોકોના ૭.૬ અબજ ડોલર ફસાયા હતા. આ કંપની ઉપર ૧.૮ અબજ યુઆનનો દંડ કરવામાં આવ્યો હતો અને તેના માલિકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.