Western Times News

Gujarati News

ગુજરાત ટાઈટન્સની ટીમે અમદાવાદમાં રોડ શો યોજ્યો

આશ્રમ રોડ પર હોટેલ હયાતથી ટીમનો રોડ શો શરૂ થયો હતો: ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જાેડાયા

અમદાવાદ, IPL ૨૦૨૨ની ૧૫મી સીઝનમાં ગુજરાત ટાઈટન્સે બાજી મારી લીધી છે. ટાઈટન્સની ટીમે રાજસ્થાનને કારમી હાર આપ્યા બાદ ગુજરાતમાં ચારેબાજુ વાહવાહી થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સની ટીમની જીતની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. ગુજરાતની ટીમનો સાંજે ૫.૩૦ વાગ્યે રોડ શો શરૂ થયો હતો. જેના માટેની રૂપરેખા અગાઉથી જ નક્કી કરવામાં આવી હતી.

આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રોડ શો શરૂ થયો હતો અને રિવરફ્રન્ટ સુધી યોજાયો હતો. ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો રોડ શોમાં જાેડાયા હતા.અમદાવાદમાં ટાઇટન્સની ટીમને આવકારી ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર હાર્દિક પંડ્યા અને અન્ય ક્રિકેટરોની એક ઝલક જાેવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી.

રોડ શો દરમિયાન ક્રિકેટરોએ ચાહકોને ગુજરાત ટાઈટન્સની ટી-શર્ટો આપી હતી. રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી ઇન્કમટેક્સ તરફ વળી જતા ગાંધી બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ઉભેલા લોકો ગુજરાત ટાઇટન્સની ટીમને જાેયા વગર જ પાછા ફર્યા હતા.ગુજરાત ટાઈટન્સના ભવ્ય રોડ શો માટેની તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી હતી. જેમાં ટીમ ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો શરૂ થયો હતી.

જેમાં ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જાેડાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યો હતો. રોડ શોને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી.
ભવ્ય જીત પછી અમદાવાદમાં આજે સાંજે ગુજરાત ટાઈટન્સનો રોડ શોમાં આખી ટીમના સભ્યો જાેડાયા હતા.

ગુજરાત ટાઈટન્સનો રોડ શો હયાત હોટેલથી ઈન્કમટેક્સ તરફ યુટર્ન લઈ ઉસ્માનપુરા ગયો હતો. ઉસ્માનપુરાથી જમણી દર્પણ એકેડમી થઈ રિવરફ્રન્ટ તરફ પહોંચ્યો હતો.ગાંધીબ્રિજ રિવરફ્રન્ટથી યુ-ટર્ન લઈ ઉસ્માનપુરા તરફ પહોંચ્યો હતો અને ઉસ્માનપુરા થઈ ટીમ હયાત હોટેલ પરત ફરી હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.