Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૧ થી ૨૩ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ

સરકારી શાળાઓને હાઈટેક બનાવવા દરેક જિલ્લામાં કામ ચાલી રહ્યુ છે: અનેક સ્માર્ટ ક્લાસ બનીને તૈયાર

અમદાવાદ, કોરોના મહામારી પછી ઑનલાઈન શિક્ષણનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે. તેનો લાભ પણ ગુજરાત લઈ રહ્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ એક લાખથી વધારે વિદ્યાર્થીઓ નવી તકોની શોધમાં છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના અંદાજે ૧૫ લાખ વિદ્યાર્થીઓ પણ પરિણામ જાહેર થયા પછી શ્રેષ્ઠ વિકલ્પની શોધ કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને સમગ્ર શિક્ષણ વિભાગ મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કામ કરી રહ્યો છે. ગુજરાતની ૨૦ હજાર સરકારી શાળાઓને હાઈટેક બનાવવાનું લક્ષ્ય પૂરું કરવા માટે દરેક જિલ્લામાં કામ ચાલી રહ્યુ છે. અનેક સ્માર્ટ ક્લાસ બનીને તૈયાર થઈ ચૂક્યા છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ આ સ્માર્ટ ક્લાસમાં જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ ભણશે. ગાંધીનગરમાં તૈયાર કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મદદથી પણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નવતર પહેલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં હિંદુસ્તાનની આન-બાન અને શાન વધારનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ૨૦ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ગુજરાતના શિક્ષણમાં ક્રાંતિકારી બદલવાની શરૂઆત કરી હતી.

ઉનાળાના ધોમધખતા તાપમાં ગામડે ગામડે જઈને વિદ્યાર્થીઓનું નામાંકન, દીકરીઓને ભણાવવા માટેનું માતાપિતા પાસેથી વચન, દરેક જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ, દરેક તાલુકામાં કોલેજ અને ઉચ્ચ શિક્ષણ માટે ઘરઆંગણે સુવિધાઓ ઊભી કરીને ગુજરાતને વિદ્યાનું એવું ધામ બનાવ્યું જ્યાં આજે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીના પાઠ ભણી રહ્યા છે.

૨ દાયકા પહેલાં નરેન્દ્ર મોદીએ પ્રગટાવેલી શિક્ષણની દિવ્ય જ્યોતથી ગુજરાત હવે સમગ્ર દેશમાં ઝળહળી રહ્યું છે. ગુજરાતમાં હાલ ૩૦ મેડિકલ કોલેજાે છે જેમાં ૮ હજાર બેઠકો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાતમાં ૪ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સ્પોર્ટ્‌સ યુનિવર્સિટી, આયુર્વેદ યુનિવર્સિટી, ટેકનોલોજીકલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ કાર્યરત છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.