Western Times News

Gujarati News

ગોધરાના કોટડા પાસે ટ્રકમાંથી ગાંજાના ૩૪.૪૪ લાખના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના કોટડા ગામે હાઇવે ઉપરથી આજે ટ્રકમાંથી ગાંજાનો જથ્થો કુલ વજન ૧૧૪૮,૦૭ કિ.ગ્રા જેની રૂા ૩૪,૪૪,૨૧૦ તથા ઘઉંનો જથ્થો વજન ૧૦,૮૦૦ કિ.ગ્રા જેની રૂા .૨,૧૬,૦૦૦ તથા ટ્રકની રૂા.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન -૦૧ રૂ ૩૦૦૦ મળી કુલ રૂા ૪૬.૬૩,૯૮૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીનેં ઝડપી પાડી ગોધરા એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .

ગોધરા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચો સાથે રાખી કોટડા ગામે હાઇવે ઉપર વોચમા હતા.
તે દરમ્યાન બાતમીવાળો ટ્રક આવતા તેને રોકી તેમા બેઠેલા બંને શખ્સના નામઠામ પુછતા કાસબરામ બાબુરામ જાંગુ ( બિસ્નોઈ ) રહે.ગુડા બિસ્નોઈ યાંન

તા.લુની જી.જાેધપુર રાજસ્થાન તથા દિલીપ જવતારામ ખિચર રહે.મોગરાકલા તા.લુની જી.જાેધપુર રાજસ્થાન ના હોવાનુ જમાવ્યુ હતુ . જેઓને સાથે રાખી ટ્રકની ઝડતી તપાસ કરતા ટ્રકમાંથી પોસ ડોડાની ગુણ -૫૪ જેનુ ચોખ્ખુ વજન ૧૧૪૮.૦૭ કિ.ગ્રા તથા ઘઉંની ગુણ ૨૭૦ જેનુ વજન ૧૦૮૦૦ કિ.ગ્રા નો જથ્થો ટ્રકમાંથી મળી આવેલા જેથી મળી આવેલા

ગાંજાના જથ્થાની રૂા.૩૪,૪૪,૨૧૦ ની ગણી તથા ઘઉંની રૂા.૨,૧૬,૦૦૦ ની ગણી તથા ટ્રકની રૂા.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન -૦૧ રૂા.૩૦૦૦ તથા તાડપત્રીની રૂા . પ ૦૦ તથા રોકડ રૂ .૨૭૦ મળી કુલ રૂા.૪૬,૬૩,૯૮૦ નોતપાસ અર્થે કબ્જે લઈ બંને આરોપીઓ વિરુધ્ધ કાયદેસર મુદ્દામાલ કરવા માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાસબરામ બાબુરામ જાંગુ બનાવવાન અને દિલીપ જવતારામ ખિચર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.