Western Times News

Gujarati News

અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની આગવી પહેલ

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “આવાસ મિત્ર” વોટ્સએપ ચેટ હેલ્પલાઇન નંબર ૮૧૪૧૦૨૨૨૩૩ નો શુભારંભ

રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલ  અને પારદર્શક વહીવટની પહેલને સાર્થક કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત, અમદાવાદ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ગુજરાત રાજ્યમાં અનોખી અને નૂતન પહેલ સ્વરૂપે ‘આવાસ મિત્ર’ હેલ્પલાઇનનો શુભારંભ કર્યો છે.

આ હેલ્પલાઇનનો નંબર છે – 8141022333. આ વોટ્સએપ ચેટ થઈ શકે એવા ‘આવાસ મિત્ર’ હેલ્પલાઇન નંબર થકી પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ આંબેડકર આવાસ યોજના સહિતની યોજનાઓની જાણકારી મેળવી શકાશે અને સમસ્યાઓની રજૂઆત થઈ શકશે.

આવાસ મેળવવા માંગતા છેવાડાના લાભાર્થીઓને પોતાના મકાનને લગતી તમામ સમસ્યાઓ તેમજ તેઓને મળવાના બાકી રકમના લાભો રાજ્ય સરકાર પાસે તેવો હકપૂર્વક માગી શકે તે માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર ૮૧૪૧૦૨૨૨૩૩ શરું કરવામાં આવ્યો છે. આ નંબર ૨૪*૭ ઉપલબ્ધ રહેશે.

જિલ્લાના લાભાર્થીઓ પોતાની સમસ્યાઓ લખીને આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરીને રાજ્ય સરકારને સીધા જણાવી શકશે. ઉપરાંત આવાસ યોજનાની બાકીની રકમ, અન્ય વિગતો પણ જાણી શકશે. મેસેજ મળ્યાં બાદ જિલ્લાની મોનિટરિંગ ટીમ દ્વારા સ્થળ પર મુલાકાત લઈને સમસ્યાઓનું નિરાકરણ અગ્રતાને ધોરણે કરવામાં આવશે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ઈલાબેન આહીરે જણાવ્યું હતું કે   ‘આવાસ મિત્ર’ થી લાભાર્થીઓ પારદર્શક વહીવટનો અનુભવ કરી શકશે અને ડિજિટલ ભારતના સપનાને કરવા માટે સરકાર અને લાભાર્થીઓના સીધા જોડાણ માટે સેતુ રૂપ બનશે. – મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.