Western Times News

Gujarati News

સપનામાં પણ હાર્વેસ્ટર ખરીદવાનું વિચારી નહોતા શકતા, તે સાધન આજે સબસીડીથી મેળવ્યું

File

પીરાણા નિષ્કલંકી નારાયણ પીઠ ખાતે યોજાયું જિલ્લા કક્ષાનું ‘ગરીબ કલ્યાણ સંમેલન’-વિવિધ યોજનાઓના લાભાર્થી પ્રતિનિધિઓએ મંત્રીશ્રી સમક્ષ વ્યક્ત કરી આભારની લાગણી

અંત્યોદયથી સર્વોદયના લક્ષ્ય સાથે કાર્યરત કેન્દ્રની મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે હિમાચલના શિમલાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો.

અમદાવાદના પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ પરિસર, પીરાણા ખાતે જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમદાવાદ જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો.

મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ સમક્ષ જિલ્લાના ખેડૂત અશોકભાઈએ જણાવ્યું કે, “રાજ્ય સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓ થકી અમ ખેડૂતોની આવક બમણી થઈ છે. ખેડ-ખાતર અને પાણીની ઉપલબ્ધી થકી અમે સમૃદ્ધ થયા છીએ.

એટલું જ નહીં જે હાર્વેવેસ્ટર લેવાનું અમે સપનું પણ ન જોઈ શકતા એ હાર્વેવેસ્ટર સરકારની સબસીડીથી વસાવી શક્યા છીએ. તમામ સીઝનમાં પાકનું સારું એવું ઉત્પાદન થાય છે તો વળી ટેકાના ભાવે ખરીદીને કારણે અમારી આવક બમણી થઈ છે”. જગતના તાતને સાચું સન્માન અપાવવા બદલ અશોકભાઈએ વધુ એકવાર પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો.

વન નેશન, વન રાશન કાર્ડ યોજનાના અસરકારક અમલિકારણનું જીવંત ઉદાહરણ હાજર સૌ કોઈને ત્યારે મળ્યું જ્યારે મૂળ બિહારના અને અમદાવાદમાં રહીને છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા પરિવારના પ્રિયંકાબેને મંત્રીશ્રી સાથે સંવાદ કર્યો.

પ્રિયંકાબેને જણાવ્યું કે શરૂઆતમાં મહિનાની નાની એવી કમાણીની રકમનો મોટો હિસ્સો રાશનની ખરીદીમાં જતો પણ હવે વન નેશન વન રાશનકાર્ડ યોજના અંતર્ગત બિહારના રાશનકાર્ડ પર અમારા પરિવારને મફત રાશન મળી રહ્યું છે. એટલું જ નહીં રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમથી આ પરિવારને રોજગારીની સાથે એ સન્માન પણ મળે છે જેના તેઓ હક્કદાર છે. આમ, વિવિધ રાજ્યોના મૂળ વતની અને ગુજરાતમાં વસવાટ કરતા પરિવારોને કેન્દ્રની વિવિધ યોજનાઓ થકી ભારતનો દરેક ભૂ-ભાગ પોતીકો લાગે છે.

વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમના સાક્ષી બનવા માટે જનપ્રતિનિધિ તરીકે ઉપસ્થિત દસક્રોઈ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલે પોતાના સંબોધનમાં સારરૂપ વાત કરતા જણાવ્યું કે, ” આ સંમેલન ગરીબોના હક્કનું સંમેલન છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.