Western Times News

Gujarati News

IELTS માં 8 Bands છતાં યુવકોના કંગાળ અંગ્રેજીથી જજ ચોંકી ગયા

જજે જ્યારે તેમની શૈક્ષણિક લાયકાત પૂછી ત્યારે એક યુવકે 12TH PASS તો બીજાએ COLEJ લખીને આપ્યું

વોશિંગ્ટન, કેનેડાની બોર્ડર ગેરકાયદે રીતે ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસતા પકડાયેલા છ પાટીદાર યુવકોની શૈક્ષણિક લાયકાત અંગે અમેરિકાની કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નવાઈની વાત એ છે કે, આ લોકો IELTSમાં 8 Bands લાવ્યા છે, પરંતુ જજે જ્યારે તેમની શૈક્ષણિક લાયકાત પૂછી ત્યારે એક યુવકે 12th Pass તો બીજાએ ‘COLEJ’ લખીને આપ્યું, જે જાેઈને જજ પણ ચક્કર ખાઈ ગયા.

જાેકે, કોર્ટમાં ટ્રાન્સલેટરે તેમની ભૂલ સુધારીને જજ સમક્ષ આરોપીઓની શૈક્ષણિક લાયકાત ૧૨મું ધોરણ પાસ અને કોલેજનો અભ્યાસ એમ દર્શાવી હતી.અમેરિકામાં ઘૂસતા પકડાયેલા ઉત્તર ગુજરાતના આ છ યુવક IELTSમાં ૮ બેન્ડ લાવ્યા છે, તેમ છતાંય કોર્ટમાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અનુવાદકની મદદ લેવી પડી હતી. નવાઈની વાત એ છે કે, આ છ યુવકોની સાથે મહેસાણાના એક ધાર્મિક ટ્રસ્ટ દ્વારા ચલાવાતી સંસ્થામાં લેવાયેલી IELTSની પરીક્ષામાં બીજા ૨૨૧ લોકો પણ બેઠા હતા.

હવે પોલીસ આ પરીક્ષામાં ૮ બેન્ડ લાવનારા બીજા લોકોને શોધી રહી છે, કારણકે આ લોકો પણ કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મેળવીને ત્યાં પહોંચી ગયા બાદ ગેરકાયદે રીતે અમેરિકાની બોર્ડર ક્રોસ કરી ગયા હોવાની શંકા છે.૨૮ એપ્રિલના રોજ કેનેડા-અમેરિકા બોર્ડર વચ્ચે વહેતી સેન્ટ રેજિસ નદીમાં બોટ દ્વારા છ ગુજરાતી યુવકો અમેરિકામાં ઘૂસી ગયા હતા. જાેકે, અમેરિકામાં ઘૂસી ગયા બાદ તેમની બોટ ડૂબવા લાગી હતી, અને આ તમામ હાડ થીજવી દે તેવા પાણીમાં ડૂબવાની તૈયારીમાં હતા તે જ વખતે સ્થાનિક પોલીસે તેમને બચાવી લીધા હતા.

ગુજરાત પોલીસનું કહેવું છે કે, આ છ લોકો તો પકડાઈ ગયા, પરંતુ બીજા ૨૨૧ લોકોનો પત્તો લગાવવાનો હજુ બાકી છે. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકા લઈ જતા એજન્ટોએ જ ઉત્તર ગુજરાતના અલગ-અલગ ભાગોમાં IELTSના સેન્ટરો ઉભા કર્યા છે, જેમાં ધાર્મિક ટ્રસ્ટ દ્વારા ચલાવાતા સેન્ટર્સનો પણ સમાવેશ થાય છે.IELTS જે-તે વ્યક્તિની ઈંગ્લિશ લખવા, બોલવા તેમજ સમજવામાં કેટલી ક્ષમતા છે તે માપવા માટે લેવાય છે.

જેમાં વધુમાં વધુ ૯ બેન્ડ જ્યારે ઓછામાં ઓછો ૧ બેન્ડ મળે છે. ૮ બેન્ડ લાવનારાને પણ ઈંગ્લિશનું સારું એવું નોલેજ છે તેવું માનવામાં આવે છે. જાેકે, એજન્ટો એવી ગોઠવણ કરવામાં આવે છે કે IELTSમાં ઈંગ્લિશ ના આવડતું હોય તેવા લોકોને પણ ૮ બેન્ડ આવી જાય.અમેરિકામાં ઘૂસતા પકડાયેલા અમિત પટેલ, ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વેશ પટેલ, સાવન પટેલ, દર્શન પટેલે પણ IELTSના આવા જ એક સેન્ટરમાં પરીક્ષા આપીને ૮ બેન્ડ મેળવ્યા હતા, પરંતુ હકીકત એ છે કે તેઓ ઈંગ્લિશમાં ભાગ્યે જ કંઈ બોલી શકે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.