Western Times News

Gujarati News

બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા ‘‘બ્રહ્મભટ્ટ એકતા યાત્રા’’ બદલ બે એવોર્ડ એનાયત

બ્રહ્મભટ્ટ સમાજને એવોર્ડ

બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ‘સરસ્વતી ધામ’ના નિર્માણનું આયોજન

 સૂરતઃ બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા આયોજિત ‘‘બ્રહ્મભટ્ટ એકતા યાત્રા’’ની સફળતા બદલ વિશ્વકક્ષાની બે સંસ્થાઓએ એવોર્ડ આપી સંસ્થાના કાર્યોની નોંધ લીધી હતી. વિગતો આપતા સંસ્થાના પ્રવકતા બિપીન ભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, બ્રહ્મભટ્ટ-બારોટ સમાજે દિકરીઓને શિક્ષણ મળી રહે તે દિશામાં ભગીરથ કાર્ય ઉપાડયું છે.

સમાજમાં પ્રવૃતત્તા કુરિવાજોને તિલાજંલિ આપીને સમાજ એકસૂત્રતાના તાંતણે બધાઈ તે દિશામાં યુવાનોએ બિડું ઝડપ્યું છે. સમાજના યુવા નવનિર્માણ સેનાએ તા.૧૬/૯/૨૦૧૮ થી તા.૨/૧૦/૨૦૧૮ દરમિયાન ૧૭ દિવસ બ્રહ્મભટ્ટ એકતા યાત્રા કાઢીને ગુજરાતના ૪૨૬ ગામોનો પ્રવાસ કરીને બ્રહ્મભટ્ટ પરિવારોની રૂબરૂ મુલાકાત લિધી હતી. ૫૬૪૨ કિલોમીટરના આ પ્રવાસ દરમિયાન બારોટ સમાજની અનેક સમસ્યાઓ જાણી હતી.

સરસ્વતીના સાધક એવા બ્રહ્મભટ્ટ સમાજને એક તાતણે જોડવા માટે બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના કાર્યની નોંધની ‘‘વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડ લંડન’’ અને ‘‘જીનીયસ ફાઉન્ડેશન વલ્ર્ડ રેકોર્ડ ઈન્ડિયા’’ દ્વારા લઈ આ સંસ્થાને તા.૧૪મી જુન ૨૦૧૯ના રોજ મુંબઈ ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વધુમાં આગામી સમયમાં સમાજ દ્વારા વૈશ્વિક કક્ષાના પ્રોજેકટ એવા સરસ્વતી ધામનું નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. જેમાં તમામ સમાજો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા અનેકક્ષેત્રોને આવરી લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.