Western Times News

Gujarati News

પાક.ની મહિલાએ કહ્યું, ન્યાય ન આપી શકો તો ભારત મોકલી દો

લાહોર, ભારતમાંથી છુટા પડેલા પાડોશી દેશ અને ભારતને કટ્ટર દુશ્મન માનનારા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો તો આપણે ભારતપ્રેમ છેલ્લા કેટલાક મહિનાથી જાેઈ જ રહ્યાં છે પરંતુ હવે પાકિસ્તાનની જનતા પણ ભારતની મુરીદ થઈ છે.
પાકિસ્તાનની ન્યાયિક પ્રક્રિયાથી કંટાળીને એક મહિલાએ હાઈકોર્ટના જજને સરળ શબ્દોમાં કહ્યું કે જાે તમે મને અહિંયા ન્યાય ન આપી શકતા હોવો તો મને ભારત જ મોકલી દો.

પાકિસ્તનમાં પાંચ મરલાની સંપત્તિ અંગે ત્રણ દાયકાથી વધુ લાંબી કાનૂની લડાઈથી કંટાળેલી એક મહિલાએ મંગળવારે લાહોર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મુહમ્મદ અમીર ભાટીને કહ્યું કે જાે તમે ન્યાય ન આપી શકો તો તમે મને ભારત મોકલી શકો છો.’ અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનમાં વિસ્તારની માપણીને મરલા કહેવામાં આવે છે, જેમ ભારતમાં વીધા બોલાય છે. પાકમાં એક મરલા ૦.૦૨૫ વીઘા બરાબર છે.

સૈયદા શહનાઝ નામની મહિલાએ મૂળ રૂપે પોતાનો કેસ બહાવલપુરથી હાઈકોર્ટની પ્રિન્સિપાલ સીટને ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. શેખુપુરામાં ભાડાના મકાનમાં રહેતી અરજદારે જણાવ્યું હતું કે જાે તે આ કેસને આગળ વધારવા બહાવલપુર જશે તો તેની મિલકત પર ગેરકાયદે કબજે કરનારાઓના પાસેથી તેને જીવનું જાેખમ થશે.

જમીન માટે લડાઈ લડી રહેલ મહિલાએ કહ્યું કે જમીનના આ ટુકડા માટે ટ્રાયલ શરૂ થઈ ત્યારે તે નવ વર્ષની હતી અને હવે તે ૪૫ વર્ષની છે. તેણીએ આરોપ લગાવ્યો કે તેના ઘર પર આ વિસ્તારના પ્રભાવશાળી લોકોએ કબજાે કર્યો છે અને તે છેલ્લા ૩૫ વર્ષથી તેના અધિકાર માટે એક પછી એક લડાઈ કરી રહી છે.

તારીખ પે તારીખ અને કાયદાકીય આંટીઘૂંટીથી કંટાળીને અંતે નિરાશ થઈનેશહનાઝે ચીફ જસ્ટિસ સમક્ષ માંગણી કરી કે મને ભારત જ મોકલી આપો. મહિલાએ કહ્યું, “હું ભારતીય ન્યાયપાલિકા પાસેથી ન્યાય મેળવી લઈશ.” મુખ્ય ન્યાયાધીશે ટ્રાન્સફર અરજી પર પ્રતિવાદીઓને નોટિસ જારી કરી હતી અને સુનાવણી એક સપ્તાહ માટે મુલતવી રાખી હતી.

મહિલાની આજીજી બાદ ચીફ જસ્ટિસ ભાટીએ અરજદારને યાદ અપાવ્યું હતું કે કોર્ટ પાસે તેને ભારત મોકલવા માટે વિઝા આપવાનો અધિકારક્ષેત્ર નથી. પત્રકારો સાથે વાત કરતા શહનાઝે કહ્યું કે તેના પૂર્વજાે ભારતથી પાકિસ્તાનમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે જ્યારે પણ કોર્ટ તેમની તરફેણમાં કેસનો ર્નિણય કરે છે, ત્યારે કબજેદારોએ ટ્રાયલને આગળ વધારવા માટે આગામી ફોરમ સમક્ષ અપીલ દાખલ કરે છે.

જ્યુડિશિયલ એક્ટિવિઝમ પેનલ (જેએપી)ના અધ્યક્ષ એડવોકેટ અઝહર સિદ્દીકીએ જાહેરાત કરી હતી કે તેઓ મહિલાનો કેસ મફતમાં લડશે. વકીલે જણાવ્યું હતું કે આ મિલકતના નિકાલનો મામલો છે કારણ કે મહિલાના પૂર્વજાે જ્યારે પંજાબના જલંધરથી પાકિસ્તાન આવ્યા ત્યારે તેમને મકાન ફાળવવામાં આવ્યું હતું.

તેણે કહ્યું કે મહિલાના પડોશમાં રહેતા એક પરિવારે છેતરપિંડી કરીને પ્રોપર્ટીનું ટાઈટલ બદલ્યું હતું. સિદ્દીકીએ કહ્યું કે સેટલમેન્ટ કમિશનરે ચુકાદામાં જાહેર કર્યું કે પ્રતિવાદીઓએ મિલકતનો કબજાે લેવા માટે મહિલાના પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. પરંતુ મહિલા પોતાની તરફેણમાં અનેક ચુકાદાઓ આપવા છતાં ગેરકાયદેસર કબજેદારો પાસેથી મકાનનો કબજાે પાછો મેળવવામાં અસમર્થ રહી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.